હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે હજી ગઈકાલે તો બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ ગઈકાલે જ પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને હવે તેને નડયો એક્સિડન્ટ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેના માથા પર લોખંડનું શટર માથા પર પડે છે, પરંતુ સદ્ભાગ્યે આને કારણે અભિષેકને ગંભીર ઈજા નહોતી પહોંચી. ચાલો જોઈએ આખરે ક્યારની છે ઘટના અને કઈ રીતે થઈ આ દુર્ઘટના-
વાત જાણે એમ છે કે ત્રીજી ફેબ્રુઆરીના ઈન્ડિયા વર્સીસ ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર જિત હાંસિલ કરી હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ હતી અને આ મેચ જોવા માટે અનેક સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચન પણ પહોંચ્યા હતા.
અભિષેક બચ્ચન જ્યારે સ્ટેડિયમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેની સાથે દુર્ઘટના થઈ હતી. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. જુનિયર બચ્ચન ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને બહાર આવે છે એ સમયે તેના માથા પર કેફેનું શટર પડે છે. અભિષેકને હળવી ઈજા થાય છે પણ જુનિયર બચ્ચન ખૂબ જ સારી રીતે પરિસ્થિતિને સંભાળી લે છે.
અભિષેકને માથામાં વાગતા જ તેણે પોતાની જાતને ખૂબ જ સુંદર રીતે સંભાળે છે. તે પોતાની સાથે રહેલાં વ્યક્તિને પણ તેની હાલચાલ પૂછે છે અને ત્યાર બાદ તેઓ બધાને હેલો કહીને પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ જાય છે.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanની સુંદરતાના થયા વખાણ, અમિતાભ બચ્ચને કહ્યું બહારની સુંદરતા તો…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક રિલીઝ થઈ હતી. આ ફિલ્માં 2024માં રિલીઝ થઈ હતી અને ક્રિટિક્સે આ ફિલ્મને ખૂબ જ વખાણી પણ હતી. જોકે, બોક્સ ઓફિસની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કંઈ કમાલ નથી દેખાડી શકતી. હવે ટૂંક સમયમાં જ એક્ટર હાઉસફૂલ-5માં જોવા મળશે, જે છઠ્ઠી જૂનના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને