અંબાણી પરિવાર (Ambani Family)ના દરેક સભ્યની એક અલગ ફેન ફોલોઈંગ છે. આ પરિવારના દરેક સભ્યની ઝીણામાં ઝીણી વિગત જાણવામાં ખૂબ જ રસ રહે છે. એમાં પણ જ્યારથી અંબાણી પરિવારમાં નાના વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની એન્ટ્રી થઈ છે ત્યારથી પરિવારમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં રહેતું હોય તો તે છે રાધિકા મર્ચન્ટ.
હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાધિકા બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી અને રાધિકાને બેકલેસ ડ્રેસમાં જોઈને સસરા મુકેશ અંબાણી (Mukesh Ambani)એ આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું રિએક્શન આપ્યું મુકેશ અંબાણીએ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો રાધિકા મર્ચન્ટના લગ્ન બાદના પહેલાં જન્મદિવસનો છે. રાધિકા મર્ચન્ટનો પહેલો બર્થડે અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. રાધિકાનો બર્થડે લૂક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ સમયે રાધિકાએ બેકલેસ પહેર્યો હતો.
આ પણ વાંચો : Akash Ambaniએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું કંઈ એવું કે મુકેશ અંબાણી થયા ગુસ્સે અને પછી…
રેડ કલરના લોન્ગ સ્કર્ટ પહેર્યો હતો. રાધિકાએ કેક કટ કરીને ત્યાર બાદ ત્યાં હાજર પરિવારના સભ્યોના કેક ખવડાવી હતી. મુકેશ અંબાણી પણ આ સમયે અહીં હાજર હતા અને તેઓ કેક ખાઈ રહ્યા છે. આ સમયે વહુ રાધિકાને જોઈને મુકેશ અંબાણીએ આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. મુકેશ અંબાણી આ વીડિયોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ વીડિયો અંબાણી અપડેટ્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને