![FIEO strategy to summation exports to America](https://bombaysamachar.com/wp-content/uploads/2024/12/Donald-Trump-1.webp)
મેક્સિકો સિટીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને ટેરિફને લઇને ચેતવણી આપી છે. મેક્સિકોએ ધમકીઓ બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે યુએસ સરહદ પર ૧૦,૦૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે. અમેરિકાએ આ સરહદ પર કટોકટી જાહેર કરી છે.
આ પણ વાંચો: ટ્રમ્પે Trade War શરુ કરી! કેનેડા, મેક્સિકો અને ચીન પર આટલા ટકા Tariff ઝીંક્યો
અમેરિકાએ કહ્યું છે કે બદલામાં તે મેક્સિકોમાં અમેરિકન બંદૂકોની દાણચોરીને રોકવા માટેના વધુ પ્રયાસ કરશે, જે કાર્ટેલ હિંસાને વેગ આપે છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૬૫૦ અધિકારીઓને સ્યૂદાદ જુઆરેઝ મોકલવાની સંભાવના હતી. જો કે ૧૦,૦૦૦ સૈનિકોની તૈનાતી બાદ સરહદ મજબૂતીકરણના સૌથી મોટા પ્રાપ્તકર્તાઓમાંનું એક બની ગયું છે.
મેક્સિકન સરકારના નિવેદન અનુસાર વિદેશ પ્રધાન માર્કો રુબિયોની લેટિન અમેરિકાની મુલાકાત દરમિયાન ટોચના અમેરિકન રાજદ્વારીએ મેક્સિકન સરકારનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ફેબ્રુઆરીના રોજ મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાત થતા માલ પર ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને