આજે સંસદમાં અમેરિકાથી દેશનિકાલ થયેલા ભારતીયો વિશે વિપક્ષે ચર્ચાની માગણી કરી હતી. વિપક્ષોએ દાવો કર્યો હતો કે ભારતીયોને અમાનવીય રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે આ મુદ્દે પીએમ મોદી અને વિદેશ પ્રધાન જયશંકર પાસે જવાબ માગ્યો હતો. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારતીયોને દેશનિકાલ કર્યા એ નવી વાત નથી. વર્ષોથી આવા ડિપોર્ટેશન થતા આવ્યા છે. વર્ષ 2009માં 747 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવ્યા હતા. આવી જ રીતે સેંકડો લોકોને દર વર્ષે ભારત પરત મોકલવામાં આવે છે.
ડિપોર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પગલું કાયદેસર અમેરિકા જતા લોકોને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હતોત્સાહિત કરવા માટે ભરવામાં આવે છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ત્યાં અમાનવીય સ્થિતિમાં ફસાઇ ગયા હતા અને આપણા દેશના નાગરિકો છે એટલે આપણે એમને પાછા લેવાના જ છે.
Also read: ટ્રમ્પની જીત બાદ ઇમિગ્રન્ટ્સનું મોટા પાયે પલાયન! કેનેડિયન પ્રસાશન હાઈ અલર્ટ પર
ભારત સરકાર ડિપોર્ટેશન મામલે સતત અમેરિકન સરકાર સાથે સંપર્કમાં જ હતી, કે જેથી ભારતીયો સાથે અમાનવીય વ્યવહાર ના થાય. જયશંકરે 2009થી અત્યાર સુધી દરેક વર્ષમાં કેટલા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા તેના આંકડા પણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે અંતર્ગત દર વર્ષે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પરત મોકલવામાં આવે છે. આપણું ધ્યાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સંબંધિત ઉદ્યોગ સામે કડક કાર્યવાહી પર હોવું જોઇએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને