આજકાલના જમાનો ડિજિટલ છે અને લોકો રોજબરોજના અનેક ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એમાં પણ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) લોકોના જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. જો તમે પણ યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરો છો અને એમાં પણ જો તમારું એકાઉન્ટ એચડીએફસી એકાઉન્ટ (HDFC Bank)માં છે તો આ સમાચાર તમારા માટે જ છે.
ચાલો જોઈએ શું છે આ સમાચાર-
એચડીએફસી બેંક દ્વારા પોતાના લાખો ગ્રાહકો માટે એક એલર્ટ આપ્યું છે અને બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સિસ્ટમ મેઈન્ટેનન્સને કારણે કારણે 8મી ફેબ્રુઆરી, 20225ના રાતે 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 3 વાગ્યા સુધી યુપીઆઈ સર્વિસ બંધ રહેશે. આ સમયે કસ્ટમર્સ યુપીઆઈ દ્વારા કોઈને પણ પૈસા નહીં મોકલાવી શકે.
બેંક દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કસ્ટમર્સ પોતાના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટની સાથે સાથે રૂપે ક્રેડિટ કાર્ડની મદદથી કોઈ પણ ફાઈનાન્શિયલ કે નોન ફાઈનાન્શિયલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સેવા ઉપલબ્ધ નહીં હોય. જો તમે પણ યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરો છો અને એમાં પણ જો તમારું બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં હશે તો તમારે તમારા કામ 8મી ફેબ્રુઆરી પહેલાં પૂરી લેશો, નહીં તો તમને મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે છે.
Also read: એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી
વાત કરીએ શું છે યુપીઆઈ સર્વિસ એની તો યુપીઆઈની મદદથી કસ્ટમર્સ ઘરે બેઠાં બેઠાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. આ માટે તમારે યુપીઆઈને સપોર્ટ કરનારી એપ્લિકેશન જેમ કે પેટીએમ, ભીમ, ફોનપે, ગૂગલપે વગેરેની જરૂર પડશે. ખાસ વાત એ છે કે યુપીઆઈ તમને સ્કેનર, મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડીમાંથી કોઈ પણ એક માહિતી હશે તો પણ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને