ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો

3 hours ago 2

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. દિવસ દરમિયાન, તે ૫૩૫.૭૪ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૮૨,૦૦૨.૮૪ પોઇન્ટની ઇન્ટ્રા-ડે હાઈ ઊંચી સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬.૫૦ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૨૪,૯૯૮.૪૫ પોઇન્ટ પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે ટ્રેડમાં તે ૧૫૨.૧ પોઈન્ટ્સ અથવા ૦.૬૦ ટકા વધીને ૨૫,૧૩૪.૦૫ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી કોટક મહિન્દ્રા બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, એનટીપીસી, એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો. જ્યારે ટેક મહિન્દ્રા, સન ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફોસીસ, ટાઇટન, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાં.

ટાટા એલેક્સીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૨૪.૬૦ ટકાના વધારા સાથે રૂ. ૨૨૯.૪૦ કરોડનો નફો અને ૩.૧ ટકાના વધારા સાથે રૂ. ૯૫૫.૧૦ કરોડની રેવન્યૂ નોંધાવી છે. એમરાલ્ડ ફાઇનાન્સ લિમિટેડે બીજા ક્વાર્ટરમાં ૮૦.૨૩ ટકાના વધારા સાથે રૂ. ૫.૦૧ કરોડની કુલ આવક, ૧૩૯ ટકાના વધારા સાથે રૂ. ૨.૦૬ કરોડનો ચોખ્ખો નફો, ૧૫૫.૫૪ ટકાના વધારા સાથે રૂ. ૩.૫૧ કરોડ એબિટડા નોંધાવ્યો છે. ચોખ્ખા નફાના માર્જિનમાં ૪૧.૦૬ ટકાનો વધારો થયો છે.

ફાર્માસ્યુટિકલ ડોઝ ફોર્મ્સની વ્યાપક શ્રેણીના વિકાસ, ઉત્પાદન અને વિતરણમાં વિશેષતા ધરાવતી મેડિકમેન ઓર્ગેનિક્સ લિમિટેડે રવાંડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની, ડેપો ફાર્મસી યેગો લિમિટેડમાં ૫૧ ટકા હિસ્સાના સંપાદન માટે આઠમી ઓક્ટોબર એક નિશ્ર્ચિત શેર ખરીદી કરાર કરીને ડેપો ફાર્મસી યેગોને તેની પેટાકંપની બનાવી છે.

આ વ્યૂહાત્મક સંપાદન પૂર્વ આફ્રિકન બજારમાં ખઘકના વિસ્તરણને ચિહ્નિત કરે છે, જે કંપનીને સમગ્ર પ્રદેશમાં તેની ફાર્માસ્યુટિકલ વિતરણ ચેનલોને મજબૂત કરવા સક્ષમ બનાવે છે. કંપની ડેપો ફાર્મસી યેગો લિમિટેડની ઓપરેશનલ ક્ષમતાઓને જાળવી રાખવા અને વધારવા માટે પ્રતિબદ્ધ છે જ્યારે બજારમાં વધુ ઉત્પાદનો લાવવાની દિશામાં કામ કરે છે.

બજારના સાધનોે જણાવ્યું હતું કે, શેરબજારમાં વીકલી એક્સપાઇરીના દિવસની શરૂઆત મક્કમ ટોન સાથે થઇ હતી અને સારો એવો સુધારો નોંધાવ્યો હતો, પરંતુ લેવાલી માટે પર્યાપ્ત કારણોના અભાવમાં બેન્ચમાર્ક તે જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો અને બાકીના સત્રમાં રેન્જબાઉન્ડ ચાલે અથડાતો રહ્યો હતો. એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં બેન્ક નિફ્ટી ટોપ ગેઇનર બન્યો હતો અને ત્યારબાદ મેટલ ઇન્ડેક્સનો ક્રમ હતો. જ્યારે આઇટી અને ફાર્મા શેરોમાં સૌથી વધુ કરેક્શન જોવા મળ્યું હતું.

બ્રોડર માર્કેટ્સમાં ડાયવર્જન્સ જોવા મળ્યું હતું, જેમાંં મિડકેપ્સ શેરોમાં વેચવાલી રહેતા તેનો ઇન્ડેક્સ રેડ ઝોનમાં સરક્યો હતો, જ્યારે સ્મોલકેપ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતાં આગળ રહ્યો હતો. હાલ ૨૪,૯૦૦ના સ્તરે મજબૂત સપોર્ટ અને ૨૫,૨૦૦ના સ્તરે મજબૂત રેઝિસ્ટન્સ લેવલ છે. બંને બાજુ બ્રેકઆઉટ આગામી ચાલનો સ્પષ્ટ સંકેત આપશે.

બીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામોની શરૂઆત પહેલા નકારાત્મક પૂર્વગ્રહ સાથે બજાર રેન્જ બાઉન્ડ ટ્રેડ થઇ રહ્યું છે. એશિયન બજારે સારી શરૂઆત કરી હતી પરંતુ યુએસના મુખ્ય ફુગાવાના ડેટાની અપેક્ષાએ યુરોપીયન બજારો નકારાત્મક વલણ તરફ વળ્યા હતા અને વૈશ્ર્વિક બોન્ડ યીલ્ડમાં વધારો થઇ રહ્યો હોવાથી એશિયામાં પણ સુધારો ટકી શક્યો નહોતો.

ગુરુવારે ટાટા ગ્રૂપની કંપનીઓના શેર ૧૫ ટકા સુધી વધ્યા હતા, જેમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા કેમિકલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ ટોપ ગેઇનર્સમાં હતા. ટાટા સન્સના ચેરમેન એમેરિટ્સ રતન ટાટા, જેમણે જૂથને ગ્લોબલ કોંગ્લોમરેટમાં પરિવર્તિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમનું બુધવારે મોડી રાત્રે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું.

રતન ટાટાની ચેરમેનશિપ હેઠળના ૨૧ વર્ષમાં ટાટા જૂથના આવક ૪૬ગણી વધીને રૂ. ૪.૭૫ લાખ કરોડ સુધી પહોંચી, નફો ૫૧ ગણો અને માર્કેટ કેપિટલ ૩૩ગણું થઇ ગયું. ટાટા જૂથની નવ કંપનીના શેરમાં પાંચ વર્ષમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે.

ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં એશિયાઈ બજારોમાં ટોક્યિો, હોંગકોંગ, શાંઘાઈ અને સિઓલ ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. મધ્ય-સત્રના સોદામાં યુરોપિયન બજારો નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદાના વેપારમાં ૧.૩૭ ટકા વધીને ૭૭.૬૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે કોટક બેન્ક ૪.૧૬ ટકા, એચડીએફસી બેન્ક ૧.૭૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૪૩ ટકા, પાવર ગ્રીડ ૧.૩૯ ટકા, મારુતિ ૧.૩૪ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૪ ટકા, એક્સિસ બેન્ક ૧.૨૦ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૧૯ ટકા, એનટીપીસી ૧.૦૯ ટકા અને અદાણી પોર્ટ્સ ૦.૭૫ ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૨.૩૨ ટકા, સન ફાર્મા ૨.૨૭ ટકા, ઈન્ફોસિસ ૧.૭૮ ટકા, ટાઈટન ૧.૧૦ ટકા, લાર્સન ૦.૭૪ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૦.૫૬ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૫૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૪૮ ટકા, અને રિલાયન્સ ૦.૨૯ ટકા ઘટ્યા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article