ajaz khan bigg brag  contestant gets 155 votes successful  maharashtra election

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ થઇ છે. અહીં વર્સોવા સીટની વાત કરીએ તો શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન બીજેપીની ભારતી લવેકરને હરાવીને જીતી ગયા છે. જોકે, એક ઉમેદવારના કારણે આ બેઠક ચર્ચાનો વિષય બની હતી. આ સીટ પરથી બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક અભિનેતા એજાઝ ખાન પણ ચૂંટણી મેદાનમાં હતા. તેમણે નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વતી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યા છે. ઈન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ અને ફેસબુક પર 41 લાખ ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાનને માત્ર 155 વોટ મળ્યા છે. આ આંકડો NOTA કરતા પણ ઘણો ઓછો છે. અહીં NOTAના મત પણ 1200થી વધારે છે.


Also read: દિલ્હી પોલીસના કોન્સટેબલની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, આ રીતે થયું એન્કાઉન્ટર


આ એજ એજાઝ ખાન છે જેણે એક વખત પોતાને રોસ્ટ કરવા બદલ યુટ્યુબર કેરી મિનાટી પાસે કેમેરા સામે માફી મંગાવી હતી. કેરી મિનાટીએ એકવાર ‘બિગ બોસ સીઝન 7’ના સ્પર્ધક એજાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ જ્યારે એજાઝ અને કેરીનો સામનો થયો ત્યારે યુટ્યુબર કેરી માસ્ક અને કેપ પહેરીને પોતાનો ચહેરો છુપાવવા માંડ્યો હતો. એજાઝ ખાને તેને ઓળખી લીધો હતો. અને તેની પાસે ઓન કેમેરા માફી મગાવી હતી. એજાઝે તેને કહ્યું હતું કે ‘દરેક દરમાં હાથ ન નાખવો જોઇએ, દરેક દરમાં ઉંદર જ હોય એવું નથી, કોઇક દરમાં સાપ પણ હોઈ શકે છે.’ ત્યારે કેરીએ કહ્યું હતું- ‘જો તમને ખરાબ લાગ્યું હોય તો માફ કરશો.’


Also read: ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવ, 1નું મોત, પોલીસ પર પથ્થરમારો, વાહનોને આગચંપી


બાય ધ વે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ અભિનેતા એજાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. એજાઝ ખાનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે, તેથી તેને વિશ્વાસ હતો કે તેના ફેન્સ તેને મજબૂત વોટ આપશે, પરંતુ એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 155 વોટ મળ્યા હતા. ટીવી જગતનો આટલો જાણીતો ચહેરો હોવા છતાં આટલા ઓછા વોટ મળવા બદલ એજાઝને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને