સનાતન ધર્મમાં સવાર-સાંજ પૂજા-પાઠ અને દેવ-દર્શનનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આવું કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. પરંતુ સાંજના સમયે ઈશ્વરને યાદ કરવાથી તેનો વધારે ફાયદો મળે છે.
આ પણ વાંચો: પાંચ દિવસ બાદ શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષાચાર્યની વાત પર વિશ્વાસ કરીએ તો સૂર્યાસ્તનો સમય મા લક્ષ્મી સાથે જોડાયેલો હોય છે અને આ સમયે તેમની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે. આવું કરવાથી મા લક્ષ્મીના આશિર્વાદ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે, તિજોરી ધન-ધાન્યથી છલોછલ રહે છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી વર્તાતી.
દીપ પ્રજ્વલિત કરો
સૂર્યાસ્ત બાદ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અને તુલસીના છોડ પર દીવો પ્રગટાવો અને મા લક્ષ્મીને સાચા મનથી યાદ કરો. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ધનલાભ પણ થાય છે.
મૌન ધારણ કરો
સાંજના સમયે મૌન ધારણ કરવું એટલે ચૂપ રહેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે પરંતુ મા લક્ષ્મીની કૃપા પણ વરસે છે. શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેત જોવા મળે છે. લાંબા સમય સુધી આપણા ઋષિ મુનિઓ પણ મૌન ધારણ કરતાં હતા અને એને કારણે ઘરમાં ક્લેશ પણ નથી થતા.
નમન કરો
સૂર્યાસ્ત કે સાંજાના સમયે તમારા પૂર્વજોનેની તસવીરોને નમન કરો અને તેમની તસવીર સામે દીપક પ્રગટાવો.
સૂર્યાસ્તના સમયે સૂવાનું ટાળો
સૂર્યાસ્તના સમયે સૂવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે વ્યક્તિનું ભાગ્ય એની આદતથી ચમકે છે. આ જ કારણે જો કોઈ વ્યક્તિ સાંજના સમયે કે સૂર્યાસ્તના સમયે સૂવે છે તો એનું ભાગ્ય પણ સૂઈ જાય છે. આ બાબતને કારણે જ સાંજના સમયે માંદા માણસને પણ સૂવડાવવાને બદલે ઉઠાડીને બેસાડવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને