mumbai-rickshaw-driver-killed-by-speeding-suv-2-arrested-in-fatal-accident

સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રવિવારે સાંજે એક મોટો માર્ગ અકસ્માત(Accident)સર્જાયો હતો. જેમાં એક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના છ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર પુરુષો, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં છ લોકોના મોતની સોનભદ્રના એસપીએ પુષ્ટિ કરી છે.

Also work : “જય શ્રી રામ નહિ બોલે તો મારીશ, આ હિન્દુત્વ નથી” હિંદુ બનવાના માર્ગ પર બોલ્યા શશિ થરૂર…

કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા

આ અકસ્માતની મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ થયો હતો.રેણુકુટ જતું ટ્રેલર રાનીતાલી પહોંચતા જ નિયંત્રણ બહાર થયું હતું જ્યારે રેણુકુટથી આવી રહેલી કાર ટ્રક ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના સ્થળે પહેલેથી જ પાર્ક કરેલા વાહનનો ચાલક ચા પી ને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને તે પણ અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Also work : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…

પરિવારના સભ્યોનો સંપર્ક થયો છે

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા એસપી અશોક કુમાર મીણાએ જણાવ્યું હતું કે તેઓ ઘાયલોના પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પરિવારના સભ્યોનો સંપર્ક થયો છે. તેવો હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને