મુંબઇઃ એક જ વર્ષમાં બીજી વખત સ્પ્રાઈટ એગ્રો લિમિટેડ બીજી વાર બોનસ આપવા જઈ રહી છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ વખતે કંપની એક શેર પર બોનસ તરીકે એક શેર આપી રહી છે. કંપનીના શેરની કિંમત 20 રૂપિયાથી ઓછી છે.
રેકોર્ડ તારીખ ક્યારે છે?
કંપની દ્વારા 15 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બોનસ ઈશ્યૂ માટે તે 29 નવેમ્બર, 2024 શુક્રવારનીતારીખ નક્કી કરવામાં આવી છે. કંપની રૂ 1ની ફેસ વેલ્યુ સાથે એક શેર પર એક શેર બોનસ આપી રહી છે. એક વર્ષમાં બીજી વખત બોનસ શેર આપવા જઈ રહી છે કંપની
18 માર્ચ, 2024ના રોજ કંપનીએ એક શેર પર એક શેર બોનસ આપ્યું હતું. જો કે, તે જ દિવસે સ્ટોક એક્સ-સ્પ્લિટ તરીકે ટ્રેડ થયો હતો. જે બાદ કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. આ શેરના વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને રૂ. 1 થઈ ગયું હતું.
આપણ વાંચો: Stock Market :આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ શેર,…
શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
ગુરુવારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. 2 ટકાના ઉછાળા બાદ આ કંપનીનો શેર BSEમાં 19.12 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરના ભાવમાં 54 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ શેરે 2024માં રોકાણકારોને 150 ટકાથી વધુ વળતર આપ્યું છે. તે જ સમયે, જે રોકાણકારો એક વર્ષથી શેર ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 370 ટકાનો ફાયદો થયો છે.
BSEમાં કંપનીના શેર્સના 52 સપ્તાહમાં સૌથી ઊંચા ભાવ રૂ. 89.32 અને સૌથી નીચા ભાવ રૂ. 4.14 બોલાયા છે. કંપનીનું માર્કેટ કેપ 1024.36 કરોડ રૂપિયા છે.
વિશેષ નોંધઃ આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.