લગભગ છએક મહિનાથી ઐશ્વર્યા રાય (Aishwarya Rai)અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ના વણસેલા સંબંધો વિશે સતત ચર્ચાઓ થઈ રહી છે. બોલીવૂડની આ સેલિબ્રેટેડ જોડી લગ્નના 17 વર્ષ બાદ છૂટી પડે તેવી અટકળો છે અને અટકળો પાછળના કારણો પણ છે. આ બન્નેના સંબંધોની વાત આવે ત્યારે એશ અને સુપરસ્ટાર સલમાન ખાનના સંબંધોની ચર્ચા આપોઆપ થાય છે. સોશિયલ મીડિયા આ બન્નેના સંબંધોના મીડિયા અહેવાલો અને વીડિયોથી છલકાતું રહે છે. આવો જ એક વીડિયો ફરી વાયરલ થયો છે. વીડિયો જૂનો હોવા છતાં જોવા જેવો છે. એક તો તેમા ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે અને બીજું તે સલમાન વિશે કંઈક કહી રહી છે.
અભિનેત્રી સિમી ગોરેવલ (Simi Garewal)ના શૉની આ ક્લિપ છે. સિમીએ પૂછ્યું કે ઈન્ડસ્ટ્રીમાં સૌથી સેક્સી અને ગોર્જિયસ હીરો કોણ છે. એશ પહેલા તો થોડી ખચકાઈ, તેણે થોડું વિચાર્યું. પછી સિમીને પૂછ્યું કે મોસ્ટ ચાર્મિગ ચાલશે. સિમીએ ના પાડી અને મોસ્ટ સેક્સી અને ગોર્જિયસ મેન પર જ ટકી રહેવા કહ્યું. એશએ આને ખૂબ જ અઘરો સવાલ કર્યો અને ઘણું વિચાર્યા બાદ સલમાન ખાનનું નામ લીધું. એશ સતત હસતી હતી, પણ તેની આંખોમાં સલમાનના નામની ચમક પણ દેખાતી હતી.
આ પણ વાંચો : સોહેલ ખાને કહ્યું કે એશની આ વાત સલમાનને ખટકતી હતી…
સૌ કોઈ જાણે છે કે હમ દિલ દે ચૂકે સનમના સેટ પર સલમાન અને એશ ખૂબ નજીક આવ્યા હતા. તેમની લવસ્ટોરીએ ભારે ચર્ચાઓ પણ જગાવી હતી. જોકે બન્ને જે રીતે છૂટા પડ્યા તેનો ઉહાપોહ પણ બહુ થયો હતો.
હવે અભિ એશના સંબંધો બગડ્યાના અહેવાલો વચ્ચે સલમાન-એશના સંબંધોની પોસ્ટ વાયરલ થતી રહે છે. જોકે થોડા દિવસો પહેલા નિમરત કૌર અને અભિષેકના સંબંધોની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું.