India – China Relations: દેપસાંગ અને ડેમચોકમાં (Depsang and Demchok) ભારત-ચીને સૈનિકોને પરત (Disengagement betwixt India and China) બોલાવવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષો તરફથી જલદીથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે (Coordinated patrolling to commencement soon by some sides) અને ગ્રાઉન્ડ કમાન્ડર (Ground commanders) વાતચીત શરૂ થશે. ગુરુવાર, 31 ઓક્ટોબરના રોજ દિવાળી પર બંને પક્ષ એકબીજાને મીઠાઈ (Exchange of sweets connected Diwali) વહેંચશે.
ભારતીય અને ચીની સૈનિક તેમની જગ્યા ખાલી કર્યાની તથા અસ્થાયી બાંધકામને હટાવવાની પુષ્ટિ કરી છે. વિદેશ સચિવે 21 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે, ભારત અને ચીન પૂર્વ લદ્દાખ પાસે એલએસી પર થયેલા ટકરાવ બાદ પીછેહઠ કરવાની સમજૂતી પર પહોંચી ગયા છે. રક્ષા સૂત્રોના અનુસાર, પૂર્વ લદાખ સેક્ટરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
આપણ વાંચો: વધુ બાળકો પેદા કરવા Chinaની સરકાર દંપતીઓને આપી રહી છે સબસિડી અને ટેક્સમાં રાહત
ભારતીય સેનાના એક સૂત્રએ જણાવ્યું, તાજેતરનો એગ્રીમેંટ માત્ર ડેમચોક અન દેપસાંગ માટે માન્ય રહેશે. અન્ય ટકરાવ વાળી જગ્યા પર આ સમજૂતી લાગુ નહીં થાય. બંને પક્ષના સૈનિકો એપ્રિલ 2020 પહેલાની સ્થિતિમાં પરત આવશે.
ગત સપ્તાહે ભારતે જાહેરાત કરી હતી કે, પૂર્વ લદાખમાં એલએસી પર પેટ્રોલિંગ કરવા માટે ચીનની સાથે સમજૂતી કરી લેવાઈ છે, જે આ વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલા સૈન્ય ઘર્ષણને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા છે.
તાજેતરમાં રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી બ્રિકસ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આશરે 5 વર્ષ બાદ દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જે બાદ આ મુદ્દાનો નિવેડો આવ્યો છે.