મુંબઈ: રાજ્યમાં 20 નવેમ્બરે થનારી ચૂંટણી પહેલા 260થી વધુ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મુંબઈના 150 પોલીસકર્મીનો સમાવેશ છે.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત મુંબઈ પોલીસના 150 અધિકારીની બદલી ભંડારા, ગોંદિયા, નાગપુર, ગઢચિરોલી અને વાશીમ સહિતના વિવિધ જિલ્લામાં કરાઇ છે.
આ પણ વાંચો: મુંબઈમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને BMC અધિકારીઓ પર થયો પથ્થરમારો
નવી મુંબઈ અને મીરા-ભાયંદર વસઇ-વિરાર કમિશનરેટના કેટલાક પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
બીજી તરફ વિવિધ જિલ્લાઓના પોલીસ અધિકારીઓને મુંબઈમાં ટ્રાન્સફર આપવામાં આવી છે, રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 36 બેઠકો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા અધિકારીઓની બદલી અંગેના આદેશનો સંપૂર્ણ અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચૂંટણી પંચે ગયા મહિને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસે ખુલાસો માગીને એક આકરો સંદેશ આપ્યો હતો.
(પીટીઆઇ)