મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા ટેસ્ટ-સિરીઝમાં 0-2થી પાછળ છે અને હવે 0-3 ના વાઇટ-વૉશથી બચવાનું છે. એ માટે વાનખેડેના પ્રૅક્ટિસ સેશનમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ સહાયક કોચ અભિષેક નાયરે બુધવારે ખેલાડીઓને સામાન્ય સલાહ-સૂચનો ઉપરાંત કેટલીક ખાસ સલાહ પણ આપી હતી.
આ પણ વાંચો : આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં ભૂકંપ…ભારતના બે સ્ટાર બૅટર ટૉપ-ટેનની બહાર…
પ્રશિક્ષકોએ ચારેય પ્રૅક્ટિસ પિચો પર લેગ તથા ઑફ સ્ટમ્પની નજીકની સફેદ લાઇન લંબાવવાની સૂચના સ્ટાફને આપી હતી. બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ભારતીય બૅટર્સ લાઇન અને બાઉન્સનો ભોગ બન્યા હતા, જ્યારે પુણેની બીજી મૅચમાં લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનર કુલ 13 વિકેટ લેવામાં સફળ થયો હતો.
અભિષેક નાયરે બૅટર્સને ખાસ સલાહ આપી હતી કે ‘સ્પિનર બોલિંગ કરી રહ્યો હોય ત્યારે તેના હાથની મૂવમેન્ટ પર બારીકાઈથી નજર રાખવામાં આવે એ જરૂરી છે. હરીફ સ્પિનરનો ક્યારે કયો બૉલ કેટલો ટર્ન થઈ શકે એનો અંદાજ હોવો જરૂરી છે.’
આ પણ વાંચો : ‘અમે અન્ય ટીમોને બતાવ્યું કે ભારતીય ટીમને…’, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરનું મોટું નિવેદન
બુધવારે બપોરે પત્રકાર પરિષદમાં પિચ ભારતીય ખેલાડીઓને વધુ માફક આવે એ રીતે બનાવવાનું પિચ ક્યૂરેટરને કહેવામાં આવ્યું હશે? એવું પૂછવામાં આવતાં નાયરે કહ્યું, ‘અમે ટેસ્ટમાં ક્યારેય ક્યૂરેટરને પિચ બનાવવા બાબતમાં સૂચના નથી આપતા. તેઓ તેમની રીતે પિચ બનાવે છે અને અમે એના પર રમવાનું પસંદ કરીએ છીએ પછી ભલે એ પિચ સીમ બોલિંગ માટે વધુ ફાયદાકારક હોય કે સ્પિન બોલિંગ માટે.
આ પણ વાંચો : INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?
દરમ્યાન, ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર ઍજાઝ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે સિરીઝ 3-0થી જીતવા કોઈ કસર નહીં છોડીએ.