મુંબઈ: રાષ્ટ્રીય મેડિકલ આયોગે ૨૦૨૪-૨૫ શૈક્ષણિક વર્ષમાં એમબીબીએસ (Bachelor of Medicine and Bachelor of Surgery-MBBS) અભ્યાસક્રમમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓની વિસ્તૃત માહિતી રજૂ કરવાનો નિર્દેશ મેડિકલ કૉલેજો અને સંસ્થાઓને કર્યો છે. વિદ્યાર્થીઓનું એડમિશન નિયમ પ્રમાણે થયું છે કે? મેડિકલ કોલેજની પ્રવેશ ક્ષમતા, વિદ્યાર્થીઓની પાત્રતા, વયમર્યાદા, માર્ક્સ વગેરે બાબતનું યોગ્ય પાલન કરવામાં આવ્યું છે કે? એ તપાસવા માટે પંચે મેડિકલ કૉલેજો તથા સંસ્થાઓને ઉક્ત આદેશ આપ્યો છે. મેડિકલ કોલેજોને આ વિદ્યાર્થીઓની માહિતી આઠમી નવેમ્બર સુધી રજૂ કરવાની રહેશે.
આ પણ વાંચો : હવે વિદેશમાં MBBS કરેલા ડોક્ટર્સ નહિ લખી શકે MD ફિઝિશિયન કે ડોક્ટર ઓફ મેડિસિન!
રાષ્ટ્રીય મેડિકલ આયોગની કાયદાની જોગવાઇઓ અને ડિગ્રી મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન-૨૦૨૪ દ્વારા નીટની પરીક્ષા પાસ કરવાનું જરૂરી હોય છે. તેની માટે કૉલેજોની ક્ષમતા, પાત્રતા, વયોમર્યાદા, માર્ક્સ વગેરે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે રાહત: મેડીકલ અને ડેન્ટલ માટે NRI કવોટામાં પણ પ્રવેશ અપાશે
આ માપદંડ પ્રમાણે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે કે? એ તપાસવા માટે એડમિશનલ લીધેલા તમામ વિદ્યાર્થીઓની બારમાની માર્કશીટ, નીટ પરીક્ષાનું રિઝલ્ટ, ફી તથા કૉલેજોમાં જગ્યા, કૉલેજનું રેંર્કિંગ, લઘુમતિઓ માટેની જગ્યા, ખાનગી કૉલેજો માટે સહમતી કરાર વગેરે માહિતી રજૂ કરવાનો આદશ પંચ દ્વારા આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE-NEETમાં ઉત્તીર્ણ
એમબીબીએસના એડિમિશન પર નજર રાખવા માટે ઓનલાઇન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જેના હેઠળ વિદ્યાર્થીઓની માહિતી યુનિક લૉગિન આઇડી આઠમી નવેમ્બરની મધ્યરાતે ૧૨ વાગ્યા સુધી રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.