!["Investigation country successful Maharashtra's GBS lawsuit revealing shocking findings with instrumentality enforcement presence."](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/gbs-maharashtra-findings.webp)
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS)ના વધતા સંક્રમણ વચ્ચે હવે મુંબઈમાં સૌથી પહેલો કેસ નોંધાતા પ્રશાસન હરકતમાં આવી ગયું છે. અંધેરી સ્થિત 64 વર્ષની મહિલા આ બીમારીનો ભોગ બન્યા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
પુણેમાં જીબીએસના સંક્રમણ વધ્યા પછી છ દર્દીના આ રોગથી મોત થયાં છે ત્યારે તાજેતરમાં આજે મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) દ્વારા જણાવ્યું હતું કે મુંબઈમાં 64 વર્ષની મહિલા જીબીએસનો શિકાર બની છે. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ સાથે શરીર નબળું પડી જવાની સમસ્યા ઊભી થઈ હતી. હાલમાં મહિલાની પાલિકાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલા અંધેરી પૂર્વની રહેવાસી છે. શરુઆતમાં તેને તાવ આવ્યા પછી શરીરે લકવો થયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીબીએસના ગંભીર કેસમાં દર્દીને પેરેલિસિસનો અનુભવ થાય છે.
અહીં એ જણાવવાનું કે પુણેમાં આ બીમારીને કારણે છ દર્દીએ જીવ ગુમાવ્યા છે. જોકે, આ બીમારીનું પ્રમાણ યુવાનો અને પુરુષોમાં વધારે રહે છે, જ્યારે હવે અન્ય લોકોમાં પણ સંક્રમણ જોવા મળે છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જીબીએસથી છ દર્દીના મોત થયા છે, જ્યારે કુલ કેસની સંખ્યા 173 થઈ છે.
Also work : એકનાથ શિંદેનો દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવાદ?નાયબ મુખ્ય પ્રધાને આપ્યો રદિયો: બધું સમુસૂતરું હોવાનો દાવો…
બીમારીના વધતા સંક્રમણને લઈ પુણે પ્રશાસન દ્વારા નાંદેડ ગામના 19 પ્રાઈવેટ આરઓ પ્લાન્ટ્સને સીલ કર્યાં હતા, જ્યારે તપાસમાં પીવાનું પાણી યોગ્ય નહીં હોવાનું જાણવા મલ્યું હતું. ત્યાર બાદ પાલિકા પ્રશાસન દ્વારા દૂષિત પાણીના વિતરણને રોકવા માટે એસઓપી તૈયાર કરવાની જાહેરાત કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને