કચ્છઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા કચ્છને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ૩૨. ૭૮ હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડ દ્વારા બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાવામાં આવી છે,જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ‘ઇનલેન્ડ મેન્ગ્રૂવ ગુનેરી સાઈટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે.
મેન્ગ્રૂવ મુખ્યત્વે દરિયા કીનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં ૨૪ કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી ૪૫ કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી ૪ કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મેન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ પણ થતો નથી. સપાટ જમીન પર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે આપોઆપ એક વિશિષ્ટતા છે. જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલ મેન્ગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે. જેતેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની ઇનલેન્ડ મેન્ગ્રૂવ ગુનેરી સાઈટને ગુજરાતની પ્રથમ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ -બી.એચ.એસ. તરીકે જાહેર કરવામા આવી છે. જેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાત ATSની મોટી સફળતા; કુખ્યાત ડ્રગ્સ માફિયા કઈ રીતે પકડાયો, જાણો?
ઉપરાંત સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામા આવશે. તેમજ સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને