Flying Squad raids connected  mining successful  Kutch Credit : The Tribune

ભુજ: કચ્છમાં રાજકીય ઓથા હેઠળ ફાવી ગયેલા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જિલ્લા કલેકટરની કડક સૂચનાને અનુલક્ષીને ફ્લાઈંગ સ્ક્વૉડે ચાર જગ્યાઓએ દરોડા પાડીને પાંચ ટ્રક અને બે એક્સકેવેટર મશીન જપ્ત કરી લીધાં છે.
ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલ શાહના જણાવ્યા પ્રમાણે, તેમની ટૂકડીએ ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ગત રાત્રે રોયલ્ટી પાસ વગર બ્લેક ટ્રેપનું પરિવહન કરી રહેલી એક ટ્રક, ભુજમાં સવારે બ્લેક ટ્રેપ લઈ જતી એક ટ્રકને ઝડપી પાડી હતી.

આ પણ વાંચો : Operation Sagar Manthan: જાણો.. ડ્રગ્સ માફિયાઓ પર ગાળિયો કસતા દિલધડક ઓપરેશન”સાગર મંથન” વિષે…

એ જ રીતે, ભુજના વડઝર ગામના સીમાડે હાર્ડ મોરમનું ગેરકાયદે ખનન અને વહન કરવા બદલ એક એકસકેવેટર મશીન તથા એક ટ્રકને સીઝ કરવામાં આવ્યા હતા. તો, સીમાવર્તી લખપત તાલુકાના સામજીયારા ગામે બેન્ટોનાઈટ અને સાદી માટી/હાર્ડ મોરમનું ગેરકાયદે ખનન કરી રહેલા એક એક્સકેવેટર મશીન તથા બે ટ્રકને સીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી

જપ્ત વાહનો અને ખનિજ ચોરી સબબ તમામ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રીવેન્શન ઑફ ઈલિગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સના નિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મેહુલ શાહે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને