-કીર્તિ શેખર
ડિયર સર, ઉદ્યોગ જગતમાં ચોથી ક્રાંતિ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન પછી નોકરીની દુનિયામાં કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વગર ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. ભવિષ્યની સ્માર્ટ કારકિર્દી નવેસરથી સેટ થઈ રહી છે. આગામી થોડા અઠવાડિયા માટે, દરેક પખવાડિયે અમે ભવિષ્યની આ સૌથી સ્માર્ટ કારકિર્દી પર શ્રેણીમાં લેખોની રજૂ કરીશું. આ શ્રેણીનો આ બીજો લેખ છે.
હાલમાં, આપણા દેશમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ૧૦ લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. આ સેક્ટરમાં સોલાર, વિન્ડ અને અન્ય રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં સંકળાયેલા વિવિધ ટેકનિશિયન, એન્જિનિયરો, પ્રોજેક્ટ મેનેજર અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે.
ભારત સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાંથી ૫૦૦ ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના દ્વારા આ ક્ષેત્રમાં વધુ નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે. જો નિષ્ણાતોના અનુમાન પર વિશ્ર્વાસ કરીએ તો આગામી ૫ થી ૧૦ વર્ષમાં ભારતમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ૫૦ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. આમાંથી મોટી સંખ્યામાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પોસ્ટ પર નોકરીઓ હશે. જેમ કે સોલર પેનલ ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એનર્જી મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ. જેમ જેમ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ વધશે તેમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં વધુને વધુ નિષ્ણાતોની જરૂર પડશે.
કોના માટે છે તક
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી એ લોકો માટે આદર્શ છે, જેઓ તકનિકી કુશળતા અને નવીનતામાં રસ ધરાવે છે. જો આવા લોકો પરમનન્ટ એનર્જીમાં બદલાવનો હિસ્સો બનવા માંગતા હોય, તો તેમના માટે આ સુવર્ણ યુગ છે, કારણ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે અશ્મિ ઊર્જાથી દૂર જવું હિતાવહ છે.
આવી સ્થિતિમાં ગ્રીન એનર્જીનો સમગ્ર વિશ્ર્વમાં વિસ્તરણ નિશ્ર્ચિત છે. તેથી, ભવિષ્યમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ગ્રીન એનર્જી ક્ષેત્રના નિષ્ણાતોની રોજગારીની ઉજ્જવળ સંભાવનાઓ છે. ભારતમાં સોલાર, વિન્ડ, બાયોમાસ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન ક્ષેત્રમાં કુશળ લોકોની ભારે માગ છે.
શૈક્ષણિક લાયકાત અને અભ્યાસક્રમ
ગ્રીન એનર્જીમાં નોકરી મેળવવા માટે, વ્યક્તિએ મુખ્યત્વે એન્જિનિયરિંગ અને સસ્ટેનેબલ એનર્જીના કોર્સ કરવાની જરૂરત હોય છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નીચેની શૈક્ષણિક લાયકાતની જરૂર પડશે.
અન્ડરગ્રેજ્યુએટ કોર્સ-બી.ટેક./બીઈ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ- એમ.ટેક., એમ.ઇ. ઇન રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને એનર્જી મેનેજમેન્ટમાં વિશેષ કોર્સ હોવાથી પુષ્કળ નોકરીઓ મળી રહેશે.
ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ કોર્સેસ-ઘણી યુનિવર્સિટીઓ સોલાર ટેક્નોલોજી, વિન્ડ પાવર અને એનર્જી મેનેજમેન્ટ માટે વિશેષ કોર્સ ઓફર કરે છે.
મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓ
દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ગ્રીન એનર્જી કે રિન્યુએબલ એનર્જીમાં જરૂરી કોર્સ ઓફર કરે છે, જેના આધારે ડિગ્રી અને ડિપ્લોમા મેળવ્યા બાદ દેશ-વિદેશમાં નોકરીની વિપુલ શક્યતાઓ છે. જ્યાં સુધી આવા કોર્સ ઓફર કરતી ઇન્સ્ટિટ્યૂટની વાત છે તો-તમામ મહત્ત્વપૂર્ણ આયઆયટી – બોમ્બે, દિલ્હી, ખડગપુર આયઆયટી, આ બધા ગ્રીન એનર્જીમાં વિશેષ કોર્સ ઓફર કરે છે.
‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોલર એનર્જી’: ગુડગાંવમાં આવેલી આ ઇન્સ્ટિટ્યૂટ સૌર ઊર્જાના ક્ષેત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ કોર્સ ઓફર કરે છે.
‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી’: ચેન્નાઈમાં આવેલી આ ઇન્સ્ટિટ્યૂટ વિન્ડ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
‘ટેરી સ્કૂલ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ’ – નવી દિલ્હીમાં સ્થિત આ ઇન્સ્ટિટ્યૂટ એનર્જી સ્ટડીઝ અને ક્લાઈમેટ ચેન્જમાં ઉચ્ચ શિક્ષણ આપે છે.
સંભવિત જોબ સ્થાનો
ગ્રીન એનર્જી સેક્ટરમાં ઘણી જગ્યાએ નોકરીઓ મળી રહે છે. જેમ કે વિવિધ સરકારી વિભાગ અને એજન્સીઓ જેમ કે મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા.
પ્રાઇવેટ કંપનીઓ-ટાટા પાવર સોલર, અદાણી ગ્રીન એનર્જી અને રિન્યુ પાવર જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નોકરીઓ પૂરી પાડે છે.
મલ્ટીનેશનલ કંપનીઓ – એસ્સાર, સ્નેડર ઇલેક્ટ્રિક કે સિમેન્સ. પ્રોજેક્ટ્સ – સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સમાં પણ મોટા પાયે ઘણી નોકરીઓ મળી રહે છે.
પ્રારંભિક પગાર અને પેકેજ
ગ્રીન એનર્જી એક વિકસતું ક્ષેત્ર છે જેમાં પગાર પેકેજોનું નિર્માણ અને નિયમિત કરવામાં આવે છે. ગ્રીન એનર્જી ક્ષેત્રમાં શરૂઆતી વેતન તમે પ્રાપ્ત કરેલ શિક્ષણ, અનુભવ અને તમારી ઇન્ટર્નશિપના આધારે મળે છે. આ ઉપરાંત તમારી કાર્યશૈલી અને પ્રતિભા પર પણ પગારનું પેકેજ આધારિત છે.
જોકે, શરૂઆતમાં વિવિધ ક્ષેત્રના વ્યાવસાયિકોને આ પ્રકારનું પગાર પેકેજ મળી શકે છે.
એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ-વાર્ષિક ૩ થી ૬ લાખ રૂ.
સોલર ટેકનિશિયન/ઇન્સ્ટોલેશન એન્જિનિયર-વાર્ષિક રૂ. ૩ થી ૫ લાખ.
પ્રોજેક્ટ મેનેજર-૫ થી ૧૨ લાખ રૂપિયા પ્રતિ માસ.
જેમ જેમ આ તમામ પ્રોફેશનલ્સનો અનુભવ અને વિશેષ કુશળતા તેમના બાયોડેટામાં ઉમેરાતી જાય છે તેમ તેમ તેમનું વેતન પેકેજ પણ વધતું જાય છે.
વિદેશમાં નોકરીની તકો
ભારતીયો માટે કારકિર્દી માટે વિશ્વના મોટાભાગના દેશોના દરવાજા ખુલ્લા છે. તેથી, આ ક્ષેત્રમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ કારકિર્દીની ભરપૂર તકો છે. ગ્રીન એનર્જી નિષ્ણાતો માટે અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ ઓસ્ટ્રેલિયા, રશિયા અને ઇઝરાયેલમાં મોટા પાયે અનેક પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ છે. જેમાં મુખ્ય છે-
રિન્યુએબલ એનર્જી કન્સલ્ટન્ટ્સ
સોલાર એન્ડ વિન્ડ એનર્જી એન્જિનિયર્સ
એનર્જી મેનેજમેન્ટ અને સસ્ટેનેબિલિટી સ્પેશિયાલિસ્ટ
Also read: મોર્નિંગ મ્યૂસિંગ : એક નૂર આદમી હજાર નૂર કપડાં? છતાં સફળ લોકો કેમ એક જ પોશાક પહેરે છે?
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
ભારતીયો અંગ્રેજી ભાષામાં નિપુણ હોવાથી અને ઝડપથી શીખતા હોવાથી, વિશ્વ મોટાભાગના દેશોમાં ભારતીયોને રોજગારમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યાં સુધી પેકેજની વાત છે, ભારતની બહાર આ ક્ષેત્રના પ્રોફેશનલ્સને જે તેમને દેશમાં મળે છે તેના કરતાં ૨ થી ૨.૫ ગણું વધારેનું પેકેજ સરળતાથી મળી રહે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને