સાઉથની સૌથી વધુ હાઈપ થયેલી ફિલ્મ કંગુવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તમિલ ઉદ્યોગની આ નવી પાન ઈન્ડિયા ફિલ્મના ટ્રેલર્સ અને પ્રમોશનલ સામગ્રી જોઇને લોકોને ફિલ્મ અંગે ઘણો જ ઉત્સાહ હતો કે આ ફિલ્મ હોલિવૂડને પણ ટક્કર આપશે. બોબી દેઓલનો વિકરાળ વિલન લૂક જોઇને લોકો તેના પર ઓવારી ગયા હતા સૂર્યા માટે પણ લોકો ઉત્સાહિત હતા, જે પહેલીવાર હિન્દીમાં આટલી મોટી ફિલ્મ લઈને આવી રહ્યા છે, પરંતુ પહેલા જ દિવસે ફિલ્મે જે રીતે ધબડકો કર્યો તે અંગે કોઈ અનુમાન કરી શક્યું ન હતું. બોબી દેઓલે આ ફિલ્મ દ્વારા સાઉથમાં ડેબ્યુ કર્યું છે. એનિમલ બાદ તે ફરી એકવાર વિલન અવતારમાં પરત ફર્યો છે. કંગુવાને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
Also read: Diljit Dosanjh ની હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો
કંગુવા એક ફેન્ટસી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા નબળી છે. મૂળ તામિલ અને બાદમાં હિંદીમાં રિલીઝ થયેલી ફિલ્મમાં કલ્પનાના ઘોડા જ દોડ્યે રાખ્યા છે. હકીકત સાથે તેનો કોઇ સંબંધ જ નથી, જે પચાવવું લોકો માટે અઘરું છે. ફિલ્મની એક્શન સિક્વન્સ પણ થોડા સમય બાદ માથામાં હથોડાની જેમ વાગે છે.
લોકોને ‘કંગુવા’ ફિલ્મથી એક શાનદાર વિઝ્યુઅલ અનુભવની અપેક્ષા હતી, પરંતુ ફિલ્મે આ બાબતે પણ લોકોને ઘણા નિરાશ કર્યા. ફિલ્મ સમીક્ષાઓમાં ફિલ્મની ખામીઓ જણાવવામાં આવી છે. ફિલ્મને પોઝિટિવ કરતા નેગેટિવ રિવ્યુ વધારે આપવામાં આવ્યા છે.
Also read: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
આની સીધી અસર બોક્સ ઓફિસ પર પડી છે અને ‘કંગુવા’ને અપેક્ષા કરતા અડધી પણ ઓપનિંગ મળી નથી. હિન્દી વર્ઝનમાં ફિલ્મની શરૂઆત ચોક્કસપણે સારી હતી, પરંતુ… ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થયું હતું. ફિલ્મના બુકિંગને શરૂઆતથી જ એવો પ્રતિસાદ મળ્યો કે ‘કંગુવા’થી ફિલ્મના બિઝનેસની અપેક્ષા વધવા લાગી હતી. આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે 60 કરોડ રૂપિયાની રેન્જમાં કલેક્શન કરશે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પણ ‘કંગુવા’નું ઓપનિંગ કલેક્શન રૂ. 30 કરોડથી ય ઓછું રહ્યું છે અને અંતિમ આંકડાઓ બહાર આવે ત્યાં સુધીમાં તે માત્ર રૂ. 25 કરોડની અંદર જ રહે તેવી શક્યતા છે.