ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ

1 hour ago 1

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આવતીકાલ તા. ૨૫મી સપ્ટેમ્બરના રોજ અન્ના પાટીલ જયંતી નિમિત્તે સ્થાનિક બજાર સત્તાવાર ધોરણે બંધ રહેશે, એમ બૉમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૧૨થી ૩૭૭૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર રૂ. ૩૮૦૨થી ૩૯૩૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૦થી ૩૬૯૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૪૫થી ૩૭૯૫માં ટકેલા ધોરણે થયા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article