ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો; હવે મળશે એક લાખની સહાય…

2 hours ago 1

ગાંધીનગર: ખેડૂતોને તેમની ખેતપેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં મૂકી હતી.

આ પણ વાંચો : નવેમ્બરે કચ્છને અકળાવ્યું: સરેરાશ 25 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ મહિનો!

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

હવે મળશે 1 લાખની સહાય

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 75,000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 1,00,000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

ચાર વર્ષમાં મળ્યો 36,600 ખેડૂતોને લાભ

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2020-21 થી વર્ષ 2023-24 સુધીમાં રાજ્યના 36,600થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા માટે રૂ. 184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13,982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : પોરબંદરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો આ યોજનાનો લાભ લઈને ખેત પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article