અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિઓ-મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ છે અને સરકાર બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે તેવો નિર્ણય લેવા જઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખાડા-ભૂવા રાજ અને રોડ-રસ્તામાં ભ્રસ્ટ્રાચાર પર બહાર પાડો શ્વેત પત્ર-અમિત ચાવડા
ખેતીનું મોટું યોગદાન GDPમાં પણ…
ખેડૂતો અને પશુપાલકોને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ પ્રહારો કરતા કહ્યું કે સરકારની નીતિ-નિયતથી ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂત અને ખેતીનું મોટું યોગદાન GDPમાં રહ્યું છે પણ ગુજરાતમાં સૌથી મોટું ભ્રષ્ટ મહેસૂલ ખાતુ છે. અમિત ચાવડાએ સરકાર પર આરોપ કરતાં કહ્યું હતું કે, ‘ગુજરાત સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિઓ-મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે.
મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ હોવાનો દાવો
રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતમાં મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ છે. સરકારની નીતિ-નિયતથી ખેડૂતો બરબાદ થયા છે. સરકાર ખોટું કરનારાઓને મોકળું મેદાન મળે તે રીતે સુધારા કરે છે. બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે તેવો નિર્ણય સરકાર લેવા લઈ રહી છે.
આ પણ વાંચો: લ્યો! ગુજરાતમા નકલી સાંસદ બની કર્યું 15 હજારનું ઉઘરાણું…
સરકારે આવા કોઈ નિર્ણય લેતાં પહેલા અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ. જો સરકાર આવા નિર્ણયો લેશે તો કોંગ્રેસ રોડ પર આવીને વિરોધ કરશે અને લડત ચલાવશે.
12,000 ગામની જમીન માપણીમાં લોચા
ચાવડાએ કહ્યું, હાલ સરકાર ખેડૂતોની જમીન નોંધણી કરાવે છે પણ 12 હજાર જેટલા ગામમાં જમીન માપણીમાં લોચા છે. નેનો યુરિયા લેવા ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ખાતર માટે કાળાબજારી થાય છે. સરકાર લોકોને હેરાન કરવા સિવાય કરતી નથી. લોકોને ભગવાન ભરોસો છોડીને સરકાર રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને