Gujarat ministers, officials volition  larn  however  to usage  AI, classes were conducted successful  Chintan Shibir Credit : GrowNxt Digital

ગીર સોમનાથઃ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું. એનવીડિયાના ડાયરેક્ટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ અંગે જાણકારી આપી હતી.

આ પણ વાંચો : Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત

‘મન કી બાત’ ૨૩ ભાષાઓમાં વર્તમાન સમયમાં એ.આઈ.ની મદદથી લોકો સાંભળી શકે છે

જીગર હાલાણીએ ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ ૨૩ ભાષાઓમાં વર્તમાન સમયમાં એ.આઈ.ની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એ.આઈ.નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એ.આઈ. ટેક્નોલોજીને માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.

સ્થાનિક કળાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવામાં એઆઈનો મહત્ત્વનો રોલ

ગુજરાતની સંસ્કૃતિ, સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, તે સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી – કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે એ.આઈ.નો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત વિવરણ રજુ કર્યું હતું. સ્થાનિક કારીગરોના આવા ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિસ્તરણ કરવા માટે એ.આઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી

રોજગારીની તકો પૂરી પાડવામાં પણ એ.આઈ ઉપયોગી

ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એ.આઈ. ટેક્નોલોજી કેવી રીતે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે એ.આઈ.નો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજુઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને