Google representation  killed 3 successful  UP Image Source: Gizbot

બરેલીઃ અજાણી જગ્યાએ જઈએ ત્યારે આપણે ચાની ટપરી કે હાલતા-ચાલતા કોઈ સ્થાનિકને રસ્તો પૂછવાની ટેવ રાખતા હતા, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો હવે ગૂગલ મેપના સહારે પ્રવાસ કરે છે. આ સુવિધા ખૂબ સારી છે અને ઉપયોગી પણ નિવડે છે, પરંતુ ટેકનોલોજીની એક મર્યાદા છે અને આ મર્યાદાનો ભોગ ઘણીવાર લોકો બનતા રહે છે.
આવી એક ઘટનામાં ઉત્તર પ્રદેશના ત્રણ મિત્રએ જીવ ખોવાનો વારો આવ્યો છે.

ગૂગલ મેપના સહારે રસ્તો શોધતા આ મિત્રોનું કારને ગૂગલે એક બ્રિજ બતાવ્યો, જેના પર તેઓ ચડી ગયા, પંરતુ આ બ્રિજનું કામ અધૂરું હતું, જે કારચાલકને ધ્યાનમાં ન આવ્યું ને કાર સીધી બ્રિજથી નીચે પડી અને ત્રણેય મિત્રના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા. ગ્રામવાસીઓ પણ આ મૃતદેહો જોઈ શોકમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: લખનઉમાં પણ ઝાંસી જેવી થઈ શકે છે દુર્ઘટના, માત્ર 33 ટકા હૉસ્પિટલ પાસે ફાયર એનઓસી

આ દુર્ઘટના યુપીના બરેલી અને બદાયું બોર્ડર પર બની છે. ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગંગા નદી પર બદાયું અને ફરીદપુર-દાતાગંજને જોડતા અધૂરા પુલ પરથી કાર નીચે પડી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના શનિવારે રાત્રે બની હતી.

રવિવારે સવારે જ્યારે ખલ્લાપુર ગામના લોકો રામગંગાના કિનારે પહોંચ્યા તો તેમણે કારને ત્યાં પડેલી જોઈ. કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા હતા.

કારમાં સવાર લોકો ગૂગલ મેપની મદદથી દાતાગંજથી ખલ્લાપુર થઈને ફરીદપુર આવી જઈ હતા. તેમને બ્રિજ વિશે કોઈ જાણકારી નહોતી. માનવામાં આવે છે કે કાર વધુ સ્પીડમાં હતી. જેના કારણે ડ્રાયવર કાર રોકી શક્યો ન હતો અને બ્રિજ પૂરો થતાં જ કાર લગભગ 25 ફૂટ નીચે રામગંગામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં મૈનપુરીના રહેવાસી મિત્રો મોતને ભેટ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય વ્યક્તિ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. લગ્ન સમારોહમાં હાજરી આપીને તે શોર્ટ કટ લઈ બરેલીથી ગાઝિયાબાદ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: હાવડા નજીક સિકંદરાબાદ-શાલીમાર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, બે મુસાફરોને ઇજા, મોટીદુર્ઘટના ટળી

જ્યાં અકસ્માત થયો ત્યાં પાણી ન હતું. નજીકના ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. અકસ્માત બાદ ત્રણેય મૃતકોના લોહીના કારણે ખાડાનું પાણી લાલ થઈ ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

દાતાગંજ વિસ્તારને બરેલીના ફરીદપુર તાલુકા સાથે જોડવા માટે મુડા ગામ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે. 24 પિલરના આ બ્રિજમાં 21 પિલર ફરીદપુર વિસ્તારમાં છે અને ત્રણ પિલર બદાયુંના દાતાગંજ વિસ્તારમાં છે. 2022ના પૂરમાં તેનો અડધો ભાગ ધોવાઈ જવાને કારણે બ્રિજ પરનો ટ્રાફિક બંધ છે.

આ કેસમાં જોઈએ તો વાહનચાલકનો ખાસ કોઈ દોષ ન હતો કારણ કે તેણે શરૂ કર્યુ ત્યારે બ્રિજ હતો. અડધેથી બ્રિજ નહીં હોય તેવું રાતના સમયે તેના ધ્યાનમાં આવ્યું નહીં અને આ અકસ્માત સર્જાયો. આથી સાવ અજાણી જગ્યાએ જાઓ ત્યારે ચોક્કસ સ્થાનિકોને પૂછવાનું રાખો, જેથી આવા અકસ્માતો ટાળી શકાય.

અગાઉ કેરળમાં ચાર ડોક્ટર આ રીતે જ વરસાદનું પાણી ભરાયું છે તેમ સમજી નદીમાં તણાઈ ગયાની ઘટના બની હતી, જેમાં ગૂગલ મેપમાં નદીં હોવાનું કોઈ ઈન્ડિકેશન આપવામાં આવ્યું ન હોવાનો દાવો કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને