જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ચોક્કસ સમયે સૂર્ય એક રાશિમાંથી કે નક્ષત્રમાંથી બીજી રાશિ કે નક્ષત્રમાં પરિવર્તન કરે છે, જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. સૂર્યનો સંબંધ માન-સન્માન, પદ, શક્તિ અને નેતૃત્વ શક્તિ સાથે છે.

આવો આ સૂર્ય 24 કલાક બાદ એટલે કે આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર એની વિશેષ અસર જોવા મળશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 24મી જાન્યુઆરીના ગ્રહોના રાજા સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે. હાલમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. સૂર્યનું ઉત્તરાષાઢા નક્ષત્રમાંથી શ્રવણ નક્ષત્રમાં ગોચર થતાં ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ પણ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ

From August 19, the destiny  of the radical   of this zodiac motion   volition  beryllium  reversed, spot    if your zodiac motion   is besides  right?

વૃષભ રાશિના જાતકોનું સૂર્યનું આ થઈ રહેલું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. નોકરી શોધી રહેલાં કે પ્રમોશનની રાહ જોઈ રહેલાં લોકોની ઈચ્છા પૂરી થશે.

ઓનલાઈન કામ કરતા લોકો માટે પગારમાં વધારો થવાની શક્યતા છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવશે. લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાંથી પણ રાહત મળશે.

કર્કઃ

Kark

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો મોટા ફેરફારો લઈને આવશે. પરિવાર સાથેના સંબંધોમાં વધારે સૌહાર્દપૂર્ણ બનશે. પ્રવાસ પર જવાની યોજના બનાવશો. વેપારીઓને મોટો ફાયદો થશે. નવું મકાન કે વાહન ખરીદશો. અટકી પડેલાં કામ પૂરા થશે. પરિવારના કોઈ સભ્યને મોટો પુરસ્કાર અથવા સન્માન મળી શકે છે. જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. જાતકો સારું ભોજન લઈ શકશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

ધનઃ

Venus volition  transit for conscionable  10  days

ધન રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ સમય શરૂ થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કામમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધન રાશિના જાતકો વેપારમાં મોટો નફો થશે. મહેનતનું ફળ ઈચ્છા પ્રમાણે મેળી શકે છો. વિવાહિત જીવનમાં પહેલા કરતા સારો સમય પસાર થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઘરે કોઈ કાર્યક્રમનું આયોજન થશે.

આપણ વાંચો: આજનું રાશિફળ (23-01-25): આજે બની રહ્યો છે શુભ યોગ, ચાર રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને