India's explosive commencement  to the Girls' Under-19 World Cup Image Source : etvbharat.com

ક્વાલાલમ્પુરઃ મહિલાઓના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ભારતે આજે સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડને નવ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ટીનેજ છોકરીઓનો આ બીજો ટી-20 વર્લ્ડ કપ છે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની આ સતત બીજી ફાઇનલ છે જેમાં રવિવારે સાઉથ આફ્રિકા સામે ભારતનો મુકાબલો થશે. આ સેમિ ફાઇનલમાં ત્રણ લેફ્ટ-આર્મ સ્પિનર અને એક લેફ્ટ-હૅન્ડ બૅટરના સૌથી મોટા યોગદાન હતા.

નિકી પ્રસાદના સુકાનમાં ભારતને જીતવા માત્ર 114 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે 15 ઓવરમાં એક વિકેટે 117 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એમાં લેફ્ટ-હૅન્ડ વિકેટકીપર-ઓપનર જી. કમલિની (56 અણનમ, 50 બૉલ, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને સાથી ઓપનર ગૉન્ગાડી તૃષા (35 રન, 29 બૉલ, પાંચ ફોર) વચ્ચે 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને ત્યાર પછી કમલિનીએ સનિકા ચળકે (11 અણનમ, 12 બૉલ, એક ફોર) સાથે 57 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ઇંગ્લૅન્ડની છ બોલરમાંથી એકમાત્ર ફૉબે બ્રેટને એકમાત્ર વિકેટ મળી હતી.

'Four left-handed cricketers' instrumentality     India to Women's World Cup final

એ પહેલાં, ત્રણ લેફ્ટ-આર્મ સ્પિનરે બ્રિટિશ ટીમને શરૂઆતથી છેક સુધી અંકુશમાં રાખી હતી. ઇંગ્લૅન્ડે આઠ વિકેટે 113 રન મળ્યા હતા. તમામ આઠ વિકેટ લેફ્ટ-આર્મ સ્પિનરે લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ પારુણિકા સિસોદિયાએ 21 રનમાં ત્રણ વિકેટ, વૈષ્ણવી શર્માએ 23 રનમાં ત્રણ વિકેટ અને આયુષી શુક્લાએ 21 રનમાં બે વિકેટ લીધી હતી.

'Four left-handed cricketers' instrumentality     India to Women's World Cup final
'Four left-handed cricketers' instrumentality     India to Women's World Cup final

ઇંગ્લૅન્ડની ઓપનર ડેવિના પેરિનના 45 રન ટીમમાં હાઇએસ્ટ હતા. કૅપ્ટન ઍબી નોરગ્રોવ 30 રન બનાવી શકી હતી.
ભારત-સાઉથ આફ્રિકાની ફાઇનલ રવિવાર, બીજી ફેબ્રુઆરીએ બપોરે 12.00 વાગ્યાથી રમાશે.

આ પણ વાંચો : ટીનેજ છોકરીઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને કચડ્યું, પાકિસ્તાન સ્પર્ધાની બહાર જ ફેંકાઈ ગયું

સાઉથ આફ્રિકાની ટીમ પહેલી જ વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું છે. સેમિ ફાઇનલમાં તેમણે ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને