Badrinath Temple opens 2024

નવી દિલ્હી: ચારધામની યાત્રા કરવાનું આયોજન કરી રહ્યા હોય તેમના માટે મહત્વના સમાચાર છે. પ્રસિદ્ધ ચારધામ યાત્રાના પ્રારંભની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. પરંપરાગત રીતે આજે ટિહરીના રાજ દરબારમાં બદ્રીનાથના કપાટ ખોલવાની તિથી જાહેર કરવામાં આવી હતી.

4 મેના રોજ ખુલશે બદ્રીનાથના કપાટ
બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે. પરંપરાગત રીતે આજે ટિહરીના રાજ દરબારમાં કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી. આ સમય દરમિયાન, તીર્થ પુરોહિત, ડિમરી સમુદાય અને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના લોકો પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે કપાટ ખોલવાની તિથી વસંત પંચમીના દિવસે જાહેર કરવામાં આવે છે. 4 મેના રોજ સવારે 6 વાગ્યે ખાસ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે મંદિરના કપાટ ખુલશે.

Also work : જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણી; દ્વારકાધીશને કરાયો વિશેષ શૃંગાર

કેદારનાથના કપાટ અંગે મળી માહિતી
આ સાથે જ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તીથી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના રોજ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગ ગણતરી બાદ રાવલ, ધર્માધિકારી અને વેદપાઠી દ્વારા નક્કી કરવામાં આવશે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલ, અક્ષય તૃતીયા એટલે અખાત્રીજથી શરૂ થશે. પરંપરાગત રીતે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે ખુલશે.

ગંગોત્રી મંદિર સમિતિ હિન્દુ નુતન વર્ષ પર ગંગોત્રી ધામના કપાટ ખોલવાનો સમય જાહેર કરશે અને યમુનોત્રી મંદિર સમિતિ યમુના જયંતિ પર યમુનોત્રી ધામના ઔપચારિક રીતે કપાટ ખોલવાનો અને દેવડોલીઓના ધામમાં આગમનનો સમય જાહેર કરશે. તેવી જ રીતે બીજા કેદારનાથ મદ્મહેશ્વર અને ત્રીજા કેદારનાથ તુંગનાથના કપાટ ખોલવાની તારીખ વૈશાખી પર નક્કી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને