અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીત દિવા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. તેના પિતા ગૌતમ અદાણીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યા છે. જીત અદાણીના લગ્ન ગુજરાતના હીરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા શાહ સાથે થયા છે. ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન માટે 10,000 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું છે આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે હશે.
Also work : પરીક્ષા સિવાય અન્ય બાબતોને લઈ વિદ્યાર્થીઓ બને છે ડિપ્રેશનનો ભોગ! જાણો વિસ્તૃત અહેવાલ
ગૌતમ અદાણીએ કરી ટ્વીટ
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. આ એક નાનો અને અત્યંત ખાનગી કાર્યક્રમ હતો, તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માગ કરું છું.”
સાદગી અને પરંપરાગત રીત રસમ
ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીત રસમ” કરવાની જાહેરાત કરી હતી. આ મુજબ તેમણે રુ.10,000 કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિત્વોમાંના એક પરિવારમાં ઉજવાતા આ લગ્નની વિશિષ્ટ પહેરામણીને વિવિધ સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે.
ગુજરાતી રિવાજોથી થયા લગ્ન
જીત અદાણીએ હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે આજે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી બેલ્વેડેર ક્લબ ખાતે સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્નમાં પારંપારિક ધાર્મિક વિધિઓ બાદ રુઢીગત ગુજરાતી પરંપરાઓની ઝલક જોવા મળી હતી. સમારોહમાં નજીકના સગા સંબંધીઓ અને પારિવારિક મિત્રોએ હાજરી આપી હતી. આ સમારોહ રાજકીય નેતાઓ, વેપાર ઉદ્યોગના અગ્રણીઓ, રાજદ્વારીઓ,ઉચ્ચ અધિકારીઓ, ફિલ્મ સ્ટાર્સ, મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ કે અન્ય હસ્તીઓની ગેરહાજરી જોવા મળી હતી.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
મંગલ સેવાની ઘોષણા
પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા 21 દિવ્યાંગ યુગલોને પોતાના આવાસે નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવ પરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરુપ થવા માટેના કાર્યક્રમ ‘મંગલ સેવા’ની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી 500 દિવ્યાંગ દરેક મહિલાઓને રુ.10 લાખની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને