![Uddhav Thackeray criticizes authorities connected women's information issues](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Uddhav-Thackeray.webp)
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એકનાથ શિંદેની શિવસેનામાં તેમના પક્ષના કેટલાક નેતાઓ જોડાવાના છે એવા અહેવાલો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર શુક્રવારે જોરદાર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યું હતું કે જો તમે (એકનાથ શિંદે અને ભાજપ) ‘મર્દ કી ઔલાદ’ છો તો ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ અને પોલીસને બાજુ પર રાખો અને અમારી સાથે લડો. અમે તમને બતાવીશું કે સાચી શિવસેના કોણ છે. એટલું જ નહીં, ઉદ્ધવે કહ્યું હતું કે જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો તો અમે તમારું માથું ફોડી નાખીશું.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિઓના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપોને સમર્થન આપ્યું અને દાવો કર્યો કે શાસક ભાજપને પણ તેમની જીત વિશ્વસનીય લાગી નથી. જેમ વિપક્ષ માની શક્યું નહીં કે તેમની હાર સાચી છે, તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીને પણ પોતાની જીત વિશ્વસનીય લાગી નથી, એમ ઠાકરેએ કહ્યું.
આ પણ વાંચો: ઓપરેશન ધનુષ્ય-બાણ ચાલુ?: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, 40 વર્ષથી સાથે રહેલા વરિષ્ઠ નેતાનું રાજીનામું
અગાઉ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ‘ઓપરેશન ટાઇગર’ના આરોપો પર કહ્યું હતું કે સિંહની ચામડી પહેરીને કોઈ સિંહ ન બની શકે, તેના માટે સિંહનું હૃદય હોવું જરૂરી છે. મારા કામથી પ્રભાવિત થઈને, બધા પક્ષોના લોકો મને મળતા રહે છે. આને રાજકીય રંગ ન આપવો જોઈએ. શિંદેએ કહ્યું કે જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ મારા નિવાસસ્થાન ‘વર્ષા’ના દરવાજા બધા માટે ખુલ્લા રહ્યા હતા. આજે પણ અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે. તેમણે કહ્યું કે આ તો ફક્ત ટ્રેલર છે, ચિત્ર હજુ બાકી છે.
શિંદેએ કહ્યું કે ભિવંડી, કલ્યાણ અને થાણે જિલ્લાના શિવસેના (યુબીટી) ના ઉદ્ધવ જૂથના ઘણા અધિકારીઓ આજે અમારી પાર્ટીમાં જોડાયા છે. લોકોને શિવસેનામાં વિશ્ર્વાસ છે. અમે ખાતરી કરીશું કે જેઓ ઘરે બેઠા છે, તેઓ ઘરે જ રહે. જ્યારે તેઓ હારે છે, ત્યારે તેઓ ઈવીએમને દોષ આપે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને