Parsi assemblage  successful  Gujarat mourns Ratan Tata's death

મુંબઇઃ હજારો કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય ચલાવતા રતન ટાટાનું બુધવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. ગુરુવારે એટલે કે આજે સાંજે 4 કલાકે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેઓ ક્યારેય ભ્રષ્ટાચારને વશ થયા નથી. થોડા વર્ષો પહેલા, તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં તેમની પદ્ધતિ સમજાવી હતી. આપણે એ કિસ્સો જાણીએ.

| Read More: Ratan Tataના અંતિમ સંસ્કારમાં શામેલ થશે અમિત શાહ; જયશંકરે કહ્યું ‘એક યુગનો અંત’

રતન ટાટા ભ્રષ્ટાચારના વિરોધી હતા અને તેઓ તેમના પ્રોજેક્ટ પાસ કરાવવા માટે કોઇ પણ રાજકારણીને કે અમલદારોને લાંચ આપવામાં માનતા નહોતા. તેમણે 2010માં એક જાણીતા મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં આ અંગે ખુલાસો કર્યો હતો. રતન ટાટા એક વાર ફ્લાઇટમાં જઇ રહ્યા હતા. એ સમયે ફ્લાઇટમાં તેમને એક ઉદ્યોગપતિ મળી ગયા અને તેઓ વાતોએ વળગ્યા. પેલા ઉદ્યોગપતિએ વાતચીત દરમિયાન રતન ટાટાને જણાવ્યું કે, ‘તમે મંત્રીને 15 કરોડ રૂપિયા કેમ આપી દેતા નથી. એને 15 કરોડ રૂપિયા જોઇએ છે અને તમારે તમારી એરલાઇનનું કામ કઢાવવાનું છે.

જો એરલાઇન જોઇતી હોય તો નેતાને 15 કરોડ રૂપિયા આપી દો. તેનાથી તમને કંઇ ફરક નહીં પડે અને દેશમાં જડમૂળથી ભ્રષ્ટાચાર છે. તમે તેને કેવી રીતે ટાળી શકશો?’ રતન ટાટાએ ત્યારે એ ઉદ્યોગપતિને જવાબ આપ્યો હતો કે, ‘તમે એ ક્યારેય સમજી નહીં શકો. અમે ક્યારેય લાંચ નથી આપતા. હું રાતે ચેનની ઉંઘ લેવા માગુ છું. મેં કોઇ હાર નથી માની.’

| Read More: Ratan Tataના શોકમાં મહારાષ્ટ્ર સરકારે કર્યા કાર્યક્રમો રદ: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

આજે સવારે રતન ટાટાના પાર્થિવ દેહને હૉસ્પિટલમાંથી એનસીપીએ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને તેને લોકોનેઅંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસ બેન્ડે તેમના સ્વાગતમાં ધૂન વગાડી હતી અને હવે તેમના સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.