મુંબઈ: રાજસ્થાનની ટ્રેન પકડવા માટે ટેક્સીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જઇ રહેલા ઝવેરીની કર્ણાક બ્રિજ પર મારપીટ કર્યા બાદ 1.87 કરોડના સોના-ચાંદીના દાગીના લૂંટનારા ચાર આરોપીને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની કેદ ફટકારી હતી.

શૅરબજારમાં નફાની લાલચે ઑનલાઈન ઠગાઈ કરનારા 11 આરોપી પકડાયા

ઝવેરી મૂકેશકુમાર સંઘવી (46) 17 સપ્ટેમ્બર, 2016ના રોજ મિર્ઝા સ્ટ્રીટમાંની વિવિધ દુકાનમાંથી 1.87 કરોડ રૂપિયાના દાગીના લઇને રાજસ્થાન જવા માટે પોતાના નોકર અને ભાઇ સાથે ટેક્સીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જઇ રહ્યા હતા, ત્યારે કર્ણાક બ્રિજ પર ડ્રાઇવરે લઘુશંકાને બહાને ટેક્સી થોભાવી હતી. એ સમયે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને તેમણે ઝવેરીને ટેક્સીમાંથી બહાર કાઢીને મારપીટ કરી હતી અને તેમની સોનાની ચેન લૂંટી લીધી હતી.

બાદમાં આરોપીઓએ ઝવેરીના ભાઇ અને નોકરનું અપહરણ કરીને દાગીના ભરેલી બેગ લૂંટી હતી. થોડા અંતરે ગયા બાદ ઝવેરીના ભાઇ અને નોકરને ટેક્સીમાંથી ઉતારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ ઝવેરીએ પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Also work : આદિવાસીઓના જમીન સંપાદનના વળતરની ઉચાપત કરવા બદલ ચારની ધરપકડ

દરમિયાન કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ને સોંપવામાં આવી હતી અને અધિકારીઓએ તપાસ આદરીને ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી પ્રફુલ્લ ગાયકવાડ, શાહનવાઝ બદ્રુદીન ખાન, જહાંગીર મલિક શેખ અને રતનકુમાર સિંહની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 1.75 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ બાદમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન 34 સાક્ષીદારોને તપાસાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને