India's explosive commencement  to the Girls' Under-19 World Cup Image Source : etvbharat.com

ક્વાલાલમ્પુરઃ અહીં મલેશિયામાં રમાતા છોકરીઓ માટેના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે (20 ઓવરમાં 118/9) આજે ગ્રૂપ-એની બીજા નંબરની ટીમ શ્રીલંકા (20 ઓવરમાં 58/9)ને 60 રનથી હરાવીને સુપર સિક્સ રાઉન્ડમાં સહેલાઈથી પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ, ગ્રૂપ-બીમાં વરસાદને કારણે ટૂંકાવવામાં આવેલી ટી-20માં આયરલૅન્ડે (નવ ઓવરમાં 69/5) પાકિસ્તાન (નવ ઓવરમાં 59/7)ને 13 રનથી હરાવીને પાકિસ્તાનની ટીમને સ્પર્ધાની બહાર કરી દીધી હતી.

ભારતનો 118/9નો સ્કોર પડકારરૂપ તો નહોતો, પણ બોલર્સે વિજય અપાવ્યો હતો. શબનમ શકીલ, વી. જે. જોશીથા અને પારુણિકા સિસોદિયાએ બે-બે વિકેટ તેમ જ આયુષી શુક્લા તથા પાછલી મૅચની સુપરસ્ટાર સ્પિનર વૈષ્ણવી શર્માએ એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકન બૅટર્સમાંથી માત્ર રશ્મિકા સેવાન્ડી (15 રન) ડબલ ડિજિટમાં રન બનાવી શકી હતી. એક બૅટરનો ઝીરો હતો, જ્યારે નવ બૅટરના સિંગલ ડિજિટમાં રન હતા.

India crushes Sri Lanka successful  teenage girls' T20 World Cup, Pakistan knocked out

એ પહેલાં, ભારતને 118 રનનો સન્માનજનક સ્કોર અપાવવામાં ઓપનર અને છેવટે પ્લેયર ઑફ ધ મૅચ બનેલી ગોન્ગાડી ત્રિશા (49 રન, 44 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ત્યાર પછીનો શ્રેષ્ઠ સ્કોર મિથિલા વિનોદ (16 રન) અને વી. જે. જોશીથા (14 રન)નો હતો. કૅપ્ટન નિક્કી પ્રસાદ બે ચોક્કાની મદદથી બનાવેલા ફક્ત 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

https://twitter.com/ICC/status/1882367550413328790

આ પણ વાંચો : ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપને ત્રણ જ અઠવાડિયા બાકી, જાણો ભારતની ટીમમાં કોણ-કોણ છે?

શ્રીલંકાની ટીમ 119 રનનો નીચો લક્ષ્યાંક મેળવવાની ઉતાવળમાં અડધા ભાગના રન પણ નહોતી બનાવી શકી.
ભારતીય ટીમે સતત ત્રીજી જીત મેળવી છે. આ પહેલાં નિક્કી પ્રસાદ ઇલેવને વેસ્ટ ઇન્ડિઝની ટીમને નવ વિકેટે અને મલયેશિયાને 10 વિકેટે હરાવ્યું હતું.

યજમાન મલયેશિયાની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને