-વિરલ રાઠોડ
નવા વર્ષ ૨૦૨૫ના આગમનના અણસાર શરૂ થઈ ગયા છે. નવું વર્ષ નવી આશા અને નવા રિઝોલ્યુશન સાથે એક નવી શરૂઆત થશે. કેલેન્ડરની સાથે આખું જીવનચક્ર ફરશે. સમયનો એક નવો ગાળો જીવનમાં ઉમેરાશે. સોશિયલ મીડિયાથી લઈને ચેટિંગ ફોર્મેટ સુધી ઈમોજી આપણા સૌની વાતચીતનો એકભાગ છે.
બે હાથ જોડતાં ઈમોજી સૌથી વધારે ટ્રેન્ડમાં રહ્યા છે, જ્યારે આંખમાંથી પાણી ઉડાવતો ઈમોજી દરેકની રીસન્ટ ચેટ પર હશે. આપણી અભિવ્યક્તિને (એક્પ્રેશન)ને વધુ રીતે પેશ કરતાં ઈમોજી એક અદ્ભુત ઈનોવેશન છે, જે આપણી વાત સાથે જોડાઈને ખરા ભાવને પ્રગટ કરે છે. ઈમોજીનો એક નવો સેટ આવતા વર્ષે નવી અપડેટમાં આવવાનો છે, જે માટે ઘણી સોશિયલ મીડિયા એપ્સ તૈયારીઓ કરીને બેઠી છે. અક્ષર કે શબ્દોની જગ્યા લેતા ઈમોજીએ વાતચીત કરવાનો પ્રકાર ફેરવી નાંખ્યો છે. આ હકીકત દરેક ટેકનોક્રેટથી લઈને સામાન્ય માણસ સ્વીકારે છે.
૯ બ્રાંડ કેરેટર્સ સાથે આશરે ૧૬૪ નવા ઈમોજી આવવાના એંધાણ છે. વર્ષ ૧૯૯૯માં જાપાનના ડિઝાઈનર શિંગેટાકા કુરિટાએ સૌ પ્રથમ ઈમોજી દુનિયા સમક્ષ મૂકેલા. મોબાઈલમાં જ્યારે બટન આવતા એ સમયે આપણા કેટલાક ક્રિએટિવ માઈન્ડ બ્રેકેટ અને છગડિયા કૌંસથી ઈમોજી બનાવતા.
ઈમોજીમાં વર્ષ ૨૦૦૧થી નવી નવી કેટેગરીઓ આવી. જેમાં આંકડાથી લઈને ઓથેંટિકેટ ફૂડ સુધીના આઈકોન જેવા મસ્ત ઈમોજી ઉમેરવામાં આવ્યા. પછી સ્પોર્ટ્સથી લઈને સ્યુટ (પોષાક) સુધીની વસ્તુનો ઉમેરો થયો. શોકિંગથી લઈને હાર્ટ સુધી અને રાઈટથી લઈને રાઈટિંગ સુધીના ઈમોજીની વિવિધતામાં વધારો થશે. હાલના ઈમોજી સેટમાં સફરજન આખું દેખાશે. નવી અપડેટમાં આ સફરજન એંઠું જોવા મળશે. ટૂંકમાં કોઈએ ખાધેલું. માછલીઓની કેટેગરીમાં વ્હેલ માછલી ઉમેરાશે. એક પગ પર ડાન્સ કરતી ડોલ પણ જોવા મળશે.
લેન્ડસ્લાઈડ થાય તો મુશ્કેલીઓ ઊભી થાય, પરંતુ આના પર ઈમોજી મળી જાય તો? ટેન્શન ન લો. આનું ઈમોજી તૈયાર છે. જ્યારે મ્યુઝિક સેક્શનમાં ટ્રોમબોર્ન ઈન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે. ખજાનો ભલે તિજોરીમાં ન જોયો હોય પણ ઈમોજીમાં દેખાશે. ‘બ્લગિંગ આઈ’ સાથે નવું ઈમોજી ક્યાં કામ આવશે એ તો નક્કી નથી, પણ અવતાર જોવા મળશે એ નક્કી. ‘બેલે ડાન્સર’ નામથી ઢીંગલી જોવા મળશે.
ઈમોજી પીડીયા તૈયાર કરનાર સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં આવા બધા ઉમેરા થતાં ચેટનો માહોલ બદલાશે. આ આખા સેટને ઈમોજી સેટ ૧૭.૦ નામ અપવામાં આવ્યું છે. આ ઈમોજીના સેટને મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. ટ્વિટર (હવે X ) પાસે આનું ગ્રીન સિગ્નલ છે, જે પાસ થયા બાદ એડિટેબલ વસ્તુ સાથે નવી અપડેટ જાહેર કરવામાં આવશે.
‘એપલ’ના જેનમોજી ટુલ્સમાં પણ ઈમોજીએ સ્થાન લીધું છે, જેમાં ફાયરબેઝ સ્માઈલી. ગોલ્ડન થમ્ઝઅપ અને રીંગણમાંથી પાણી નીકળતું હોય એવા ઈમોજી એડ કર્યા છે. ઈમોજીના વપરાશ પાછળ કેટલાક અંગ્રેજી ભાષા પ્રેમી એવું પણ કહે છે કે, ઈમોજીએ અંગ્રેજી ટેક્સ્ટનું સ્થાન લેતાં લોકો ટેક્સ્ટ લખતાં બંધ થયા છે. ઈમોજીની શોધ જાપાનમાં થઈ હોવાથી જાપાનના મોબાઈલમાં સૌથી પ્રથમવાર ઈમોજી એડ થયા હતા. આ પહેલાંના ઈમોજી અપડેટ સેટમાં જુદા જુદા દેશના ફ્લેગને સ્થાન આપવામાં આવ્યું હતું.
એ સમયે આપણા દેશનો ધ્વજ જોવા ન મળતાં ઘણાએ વોટ્સએપ જેવી એપ્લિકેશન બૉયકોટ કરેલી. જે લોકોએ આવું કામ કર્યું એ લોકોને ખબર નહીં હોય કે આ એક પ્રકારનો ડેટાસેટ છે. જેમાં એપ્લિકેશનનો કોઈ ફાળો નથી હોતો.
એક રિપોર્ટ એવું પણ કહે છે કે, ઈમોજીના મ્યુઝિક સેટમાં હાર્પ ઈન્સ્ટ્રુમેન્ટ પણ એડ થઈ રહ્યું છે. બ્રિટનના ટેક્નોક્રેટ તો ત્યાં સુધી કહે છે કે, આઠ ઈમોજીમાં ફિંગરપ્રિન્ટ એડ થવાની છે. હવે આનો લૂક કેવો હશે એ તો ભગવાન જાણે. ઈમોજીની ફ્લેક્સિબિલિટી એવી છે કે, હવે વેબસાઈટ પરથી એને ડાયરેક્ટ કોપી-પેસ્ટ પણ કરી શકાય છે, પણ ઘણા ઓછો લોકોને જે તે ઈમોજીના સાચા અર્થ ખબર છે. જેમ કે, લોકો હાર્ટનું ઈમોજી મોકલીને ‘આઈ લવ યુ’ની વાતને વાચા આપે છે, પણ હકીકતમાં ઈમોજીની આંખમાં હાર્ટ દેખાય એનો અર્થ ‘આઈ લવ યુ થાય છે!’ છે ને આ અવનવી કસ્ટમાઈઝડ કોમ્યુનિકેશન લેંગ્વેજ?
ઈમોજીના વિશાળ દરિયામાં એક નવી વસ્તુ આવી રહી છે ત્યારે એના નામ અને અર્થ જાણવા માટે ફરી ક્યારેક વાત કરીશું. ઘણા એવા ઈમોજી છે, જેમાં ઈમોજીના એક્સપ્રેશન સમજવા જેવા છે. જ્યારે મોબાઈલમાં આટલા કોઈ કલર્સ વેરિએશન ન હતા એ સમયે જાપાનમાં કલર્સ ઈમોજી શરૂ થયેલા હતા.
બસ, અહીંથી શરૂ થઈ હતી ઈમોજીની આખી વાર્તા…
આઉટ ઓફ ધ બોક્સ
કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં કમ્પ્યુટરનું મ્યુઝિમ છે, જેમાં દુનિયાના પહેલા કમ્પ્યુટરથી લઈ આજના પામટોપ સુધીની ડિવાઈસ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને