મુંબઈઃ મહાયુતી અને મહાવિકાસ આઘાડી વચ્ચે મહારાષ્ટ્રની વિધાનસભાનોજંગ બરાબર જામ્યો હોવાના અહેવાલો હતા, પરંતુ પરિણામોએ આ ખોટું પાડી દીધું અને એકતરફી જનાદેશ આવતા સૌના ગણિત ખોટા પડ્યા છે. હવે મહાયુતીના ત્રણેય પક્ષો વચ્ચે કોણ કેટલું પાણીમાંનો જંગ જામે તેવી શક્યા છે, કારણ કે વિરોધપક્ષ હાલમાં તો ઠંડા પાણીમાં બેસી ગયો છે.
ભાજપ સૌથી આગળ, પણ બીજા નંબરે કોણ
પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે સ્વાભાવિક તેમનો સ્ટ્રાઈક રેટ વધારે હોવાનો. ભાજપે 132 સીટો જીતી છે. ભાજપને 26.77 ટકા વોટ મળ્યા છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો જીતી છે.
તેમને 12.38 ટકા મળ્યા છે. કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 12.42 ટકા મળ્યા છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે 20 બેઠકો જીતી હતી. તેમને 9.96 ટકા મત મળ્યા હતા. શરદ પવારની NCPને 11.28 ટકા વોટ મળ્યા છે. તેમણે 10 બેઠકો જીતી હતી.
આપણ વાંચો: 2019ના એક્ઝિટ પૉલ્સનો શું હતો અંદાજ અને શું થયું? શનિવારનું પરિણામ અંતિમ કે…
સ્ટ્રાઈક રેટમાં કોણ આગળ કોણ પાછળ
ક્યા પક્ષે કેટલી બેઠક લડી અને કેટલા પર વિજય મેળવ્યો તેના પર તેનો સ્ટ્રાઈક રેટ નક્કી થાય છે. ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી 132 જીત્યા છે આથી ભાજપનો સ્ટ્રાઈક રેટ અંદાજે 87 ટકા રહ્યો.
શિવસેના (શિંદે)એ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 57 બેઠકો જીતી હતી. શિવસેનાનો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો. એનસીપીએ (અજિત પવાર) 52 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 41 બેઠકો જીતી હતી. એનસીપીનો સ્ટ્રાઈક રેટ 78 ટકા રહ્યો.
સૌથી વધારે ચોંકાવ્યા અજિત પવારે
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મહાયુતીએ પણ આટલું સારું પરિણામ અપેક્ષિત નહીં કર્યુ હોય ત્યારે શરદ પવાર આ રીતે નિષ્ફળ જશે તેમ પણ કોઈએ વિચાર્યુ ન હતું.
આપણ વાંચો: હજુ તો ગામ વસ્યું નથી ને… ચૂંટણી પહેલા જ મહાયુતીમાં ખેંચતાણ, અજિત પવારે આપ્યું અલ્ટિમેટમ
કાકાના પરિણામોની સાથે સાથે ભત્રીજાના પરિમામો પણ ચોંકાવનારા છે. લોકસભાની ચૂંટણીમાં અજિત પવારને લપડાક લાગી હતી. વિધાનસભામાં અજિત પવાર જૂથે 41 બેઠકો જીતી છે.
લોકસભાની સરખામણીમાં તેમના પક્ષને મળેલા મતોની ટકાવારી વધીને 9.01 ટકા થઈ ગઈ છે. અજિત પવાર જૂથને લોકસભા ચૂંટણીમાં 3.60 ટકા મત મળ્યા હતા. એટલે કે તેમના વૉટશેરમાં લગભગ ત્રણગણો વધારો થયો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને