વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે (US president Donald Trump) સત્તા સંભાળ્યા બાદ માત્ર 30 મિનિટ જ સંબોધન કર્યું હતું. આ દરમિયાને તેમણે ગત સરકારને 78 જેટલા ફેંસલા એક ઝાટકે રદ્દ કર્યા હતા. ટ્રમ્પના માત્ર 30 મિનિટના ભાષણનું મુખ્ય કારણ કડકડતી ઠંડીમાં પણ તેના હજારો સમર્થક અમેરિકન સંસદની બહાર એકત્ર થયા હતા. માઇનસ 12 ડિગ્રી તાપમાનમાં ઉભેલા તેના સમર્થકો જલદીથી ઘરે પરત ફરે તે માટે ટ્રમ્પે સંબોધન ટૂંકાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું સૌથી ટૂંકું અને સૌથી લાંબુ ભાષણ
અમેરિકાના ઇતિહાસમાં સૌથી ટૂંકું ભાષણ રાષ્ટ્રપ્રમુખ જોર્જ વોશિંગ્ટને આપ્યું હતું. તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં માત્ર 135 શબ્દોમાં જ ભાષણ ખતમ કર્યુ હતું. તેમણે ફિલાડેલ્ફિયામાં કોંગ્રેસ હોલના સેનેટ ચેમ્બરમાં ભાષણ આપ્યું હતું. આ ઉપરાંત ફેંકલિન ડેલોને રૂઝાવેલ્ટે 1945માં રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજું સૌથી ટૂંકું ભાષણ આપ્યું હતું. આ સંબોધનમાં માત્ર 559 શબ્દ હતો.
અમેરિકાના ઇતિહાસમાં શપથગ્રહણ બાદ સૌથી લાંબુ ભાષણ વિલિયમ હેનરી હેરિસને આપ્યું હતું. રોચક વાત એ છે કે સૌથી લાંબુ ભાષણ આપનારા હેરિસન અમેરિકાના સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપ્રમુખ રહ્યા હતા. તેમણે 4 માર્ચ 1841ના રોજ વોશિંગ્ટનની હાડ થીજાવતી ઠંડીમાં 8445 શબ્દોનું સંબોધન કર્યું હતું. આ ભાષણ આશરે 1.40 કલાક સુધી ચાલ્યું હતું. જોકે રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના એક મહિનામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. તેઓ માત્ર 31 દિવસ જ રાષ્ટ્રપ્રમુખ રહ્યા હતા.
2020માં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવનારા જો બાઇડેન શપથગ્રહણ સમારોહ બાદ આધુનિક ઇતિહાસનું સૌથી લાંબુ સંબોધન કર્યું હતું. તેમની પહેલા 1985માં રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને 2600થી વધુ શબ્દોનું ભાષણ કર્યું હતું.
આ પણ વાંચો…Donald Trump ના શપથ ગ્રહણ પૂર્વે ચીનની નવી રણનીતિ, રાજદૂતની ઇલોન મસ્ક સાથે મુલાકાત
ટ્રમ્પના શપથ સમારોહમાં શું થયો વિવાદ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારે મિશિગનના એક પાદરીએ કરેલી પ્રાર્થના પર વિવાદ થયો હતો. પાદરી લોરેંઝો સીવેલે પ્રાર્થના દરમિયાન મહાન નાગરિક અધિકાર કાર્યકર્તા માર્ટિન લૂથર કિંગ જૂનિયરના ઐતિહાસિક ભાષણ ‘આઈ હેવ એ ડ્રીમ’નો ઉલ્લેખ કર્યો. ઉપરાંત પાદરીએ પ્રાર્થનામાં આઝાદીની જાહેરાત, દેશભક્તિ ગીતો અને બાઇબલની કેટલીક પંક્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના પર કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને