Gold prices proceed  to rise, silver's radiance  fades IMAGE BY BUSINESS STANDERDS

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ વિશ્વની અર્થવ્યવસ્થામાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. ટ્ર્મ્પના આગમનથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાx પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર દેશના મોટા ભાગના શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 81,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત 74,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. 18 કેરેટ સોનાની કિંમત 59,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. નોંધનીય છે કે વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી પર કોઇ ટેક્સ નથી, પણ બુલિયન માર્કેટમાં ડ્યુટી અને ટેક્સના કારણે ભાવમાં તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો…ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડી દીધું, જાણો શું છે કારણ

ગયા સપ્તાહમાં ચાંદીના ભાવમાં 4000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, 18 જાન્યુઆરીથી ચાંદીના ભાવ સ્થિર છે. હાલમાં એક કિલો ચાંદીની કિંમત 96,500 રૂપિયા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર વિશ્વમાં વધતા જતા જિયો પોલિટિકલ તણાવને કારણે સોનાના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે 2020 માં સોનાની કિંમત 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી જે વધીને હવે 80,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે બીજી તરફના સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં ક્રિપ્ટો કરન્સીમાં પણ રેકોર્ડ વધારો જોવા મળ્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને