Sushant Singh Rajput Birthday IMAGE BY INDIA TODAY

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે તેની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ભાઇને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. વીડિયો પોસ્ટ કરી ભાઇને શુભકામના આપી હતી અને આજના દિવસને તેણે ‘સુશાંત ડે’ (Sushant Day) ગણાવ્યો હતો.

શ્વેતા સિંહ કિર્તીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને તેના ભાઇને સ્ટાર, લેજન્ડ ગણાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં શ્વેતા સિંહે ભાઇને એક વિચારક, જિજ્ઞાસાઓથી અને પ્રેમથી ભરપૂર વ્યક્તિ ગણાવ્યો હતો. સુશાંતે સૌને પ્રેમ કરતા શીખવ્યું હતું એમ પણ તેણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે શ્વેતા સિંહ અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાઇનો ઉલ્લેખ કરતી રહે છે. શ્વેતા સિંહ કિર્તી અને અંકિતા લોખંડે સારા મિત્રો છે. શ્વેતાએ અંકિતાને તેના જન્મદિવસે શુભેચ્છા પણ પાઠવી હતી.

આપણ વાંચો: રૂપોલી વિધાનસભા પેટાચૂંટણીઃ નીતીશની નાવ કેમ ડૂબી, સુશાંત સિંહ રાજપૂત ફેક્ટર કે ચિરાગ પાસવાને રમત બગાડી?

સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી અભિનયની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેની અને અંકિતા લોખંડેની જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી. સુશાંત-અંકિતાની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી ઓફ સ્કીન પણ ચાલુ રહી હતી. જોકે, સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેઓ છૂટા પડી ગયા હતા.

અભિનેતા સુશાંત સિંહ જો આજે જીવતા હોત તો 39મો જન્મદિવસ ઉજવતા હોત. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અને ટીવી સિરિયલથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવવા ઘણી મહેનત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને