આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
આધુનિક યુગની ભાગ-દોડવાળી જીવનશૈલીમાં સ્વાસ્થયનું ધ્યાન રાખવું ભૂલી ગયા છીએ. આ કારણથી વર્તમાન સમયમાં શરીરિક સમસ્યાઓ આપણને ઘેરી રહી છે. સમય પર ભોજન ન લેવું, ગમે તે સમયે ખાવું, બે ખાવાની વચ્ચેનો સમય ન જાળવવો, જરૂરી ન હોય છતાં પણ ખાવું, પ્રાકૃતિક ખાવું, વધુ કેલરી કે ઓછી કેલરી ખાવામાં છે તેનું ધ્યાન ન રાખવું, રસાયણયુક્ત પદાર્થ લેવાં વગેરે કારણોને કારણે હૃદયરોગની, વધુ પડતી ચરબી જમા થવી આ સમસ્યાઓ વધુ દેખાવા લાગી છે.
ટ્રાયગ્લીસરાઈડ્સનું વધવું એ મુખ્યત્વે હૃદયરોગનું કારણ બની રહ્યું છે. ટ્રાયગ્લીસરાઈડ્સ લોહીમાં રહેલી એક પ્રકારની વસા (ચરબી) છે. જે શરીરમાં ઘણાં કામ કરે છે. શરીરમાં કેલરીનો સંગ્રહ અને ભોજનની વચ્ચે ઊર્જા નિર્માણ કરે છે. શરીરમાં ટ્રાયગ્લીસરાઈડ્સનું સામાન્ય સ્તર જરૂરી છે. આનું સ્તર વધતાં ઘણી સમસ્યાઓ થાય છે. આનો સ્તર એકસો પચાસથી વધુ ન હોવો જોઈએ. આનો સ્તર વધતાં હૃદયરોગ, સ્ટ્રોક આવવા, હાઈ બ્લડ પ્રેશર, શુગરનું વધવું, જાડાપણું, થાઈરોઈડ્સ, પગ ઊપર દબાણ, પાચનની સમસ્યા વગેરે પર અસર થાય છે.
Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
સામાન્ય સ્તર જળવાઈ રહેવું જેથી તે શરીર માટે ઊર્જાનું કામ કરે છે. વધુ પડતું સ્તર વધે તો ફેટી લીવરની સમસ્યા થાય અને એન્ઝાઈમ કામ કરવામાં ધીમા પડી જાય છે. ધારો કે શરીરને પંદરસો કેલરીની જરૂર છે. દિવસ દરમ્યાન આપણે પંદરસો કેલરીને બદલે બે હજાર કેલરી લીધી તો આ પાંચસો કેલરી વધુ થઈ ગઈ જે શરીર માટે જરૂર નથી તો આ ટ્રાયગ્લીસરાઈડ્સનું શરીર ફેટ સેલમાં સંગ્રહી થઈ જાય (ડિપોઝીટ થઈ જાય) અને શરીરમાં ફેટ વધતાં સમસ્યાઓ વધતી જાય છે.
આનાથી બચવા માટે જરૂરત ન હોય તો ખાવું નહિ. સ્વાદિષ્ટ છે તેથી વધુ ન આવું. ગમે ત્યારે હરતાં ફરતાં, નવરા બેઠા પણ ન આવું. શરીરને જરૂરિયાત ન હોય તે વસ્તુનું તે ફેટ બનાવી ડિપોઝીટ કરી રાખે છે. જે શરીર માટે જોખમકારક છે. નાસ્તામાં યોગ્ય નાસ્તો કરવો. જમવા વખતે જમવાની જ વસ્તુઓ લેવી. બે જમવાના વચ્ચે છ કલાકનું અંતર રાખવું જરૂરી છે. જેથી કેલરી વધુ ન બને.
ટ્રાયગ્લીસરાઈડ્સ વધવાના કારણોમાં અસ્વસ્થ આહાર, દવાઓ, પ્રોટીનનું ખરાબ થવું, બેઠાડું જીવન, વધુ પડતા ઘી-તેલમાં તળેલો ખોરાક, દૂધની મીઠાઈ વધુ લેવાથી, સાકરવાળા પેય પદાર્થ વધુ લેવા, આલ્કોહોલ લેવાથી, શારીરિક શ્રમની કમી, નબળી પાચન શક્તિ, રીફાઈન્ડ તેલ ખાવાથી આનું સ્તર વધે છે.
ટ્રાયગ્લીસરાઈડ્સનું પરીક્ષણ ખાધા પછી બાર કલાકનો સમયગાળો હોવો જોઈએ કારણ ટ્રાયગ્લીસરાઈડ્સનો સ્તર દિન-પ્રતિદિન ઊતાર-ચઢાવવાળો હોય છે. ભોજન પછી ચાર કલાકમાં તે અધિક હોય છે, જ્યારે કોલ્સ્ટ્રોલ સ્તર લગભગ સ્થિર હોય છે, જ્યારે શરીરમાં ફેટ વધુ જણાય, હૃદયમાં તકલીફ જણાય ત્યારે લીપીડ પ્રોફાઈલનું પરીક્ષણ જરૂરી બને. આ તકલીફથી બચવા આહાર પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી બને. બજારૂ આહાર સદંતર બંધ થવો જોઈએ. વધુ પડતી દવાઓથી બચવું જરૂરી છે. ટ્રાયગ્લીસરાઈડ્સને નિયંત્રિત કરવા માટેનો આહાર લેવો જેમ કે:
ભોપલું (પમકીન) આ લો કેલરીવાળો છે. વીટામીન સી, પોટેશ્યિમ, ડાયટરી ફાઈબર ભરપૂર છે. ડાયજેશન ઈમ્પ્રૂવ કરે છે. ઈમ્યુનીટી વધારે છે. આના બીજનું દૂધ શારીરિક ક્ષમતા વધારી દે છે. પમકીનનું શાક, સૂપ, રસ લઈ શકાય છે.
જાંબુ- એ ઓરનામેન્ટલ વેલ્યૂવાળો છે. હિમોગ્લોબીન સ્તર વધારે છે. આયરન અને પોટેશ્યિમ ઉચ્ચ પ્રકારના છે. રક્તશોધક તેથી શરીરમાં ફેટ સ્તર ઓછું કરે છે. ફોડાફૂંસી, ખીલ, શ્ર્વેતપ્રદર, સુગરને નિયંત્રિત કરે છે. ગૈલિક એસિડ અને ઓક્સાલિક એસિડ જે ત્વચાને સ્વચ્છ રાખે છે, સંક્રમણથી દૂર રાખે છે. સિઝનમાં આનો ઉપયોગ ભરપૂર થવો જોઈએ. જાંબૂની ખાટી બનાવી તેનો ઉપયોગ કરી શકાય જે વધુ મજબૂતાઈથી કામ કરે છે.
Also read: ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ્સ માટેનું ખૂબ નબળું બજાર એટલે ભારત!
લીલા પાંદડાવાળાં ભાજી-પાલક, ખાટી પાલક, અંબાડી ભાજી, આંબટભાજી, તાંદળજો ભાજી, મૂળા પાન ફેટ પ્રમાણમાં જલદીથી ઘટાડી દે છે. બધી જાતની બીન્સ, ચોળી, ફણસી, વાલોર ગૂવાર, મોગરી, મૂળા પણ સારો ઉપચાર છે. ખાટા ફળો- લીંબુ, સંતરા, માલ્ટા, પાઈનેપલ, પરપોટા, કબીટ, ગોરખ આમલી, મીઠી આમલી, બીજોરા ફેટને નાબૂદ કરે છે. ટ્રાયગ્લીસરાઈડ્સ પર નિયંત્રણ એ જ હૃદયરોગ, સ્ટ્રોક અને જાડાપણાનો ઈલાજ છે.