ભુજ: જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી બરફ વર્ષાને પગલે કચ્છ સહીત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે ત્યારે 13થી 15 જેટલા તિબેટીયન પરિવારો શાલ, ધાબળા,મફ્લર,કાન ટોપી, હાથ મોજાં, બાઈક રાઈડર્સ માટેના જેકેટ્સ જેવાં ગરમ વસ્ત્રોનાં વેંચાણ માટે કચ્છ પહોંચ્યા છે. ભુજમાં આખેઆખી એક ઊન બજાર ઉભી થઇ ગઈ છે
ભુજમાં તૈયાર થઈ છે ઊન બજાર
ભુજનાં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના એક ખાનગી પ્લોટ પર તિબેટીયન નિર્વાશ્રીતોની ઊન બજાર ઉભી થઇ ગઈ છે જ્યાં ભલે થોડી મોંઘી, પણ તેમની ભાષામાં ‘પ્યોર’ ઉનની અવનવી ગરમવસ્ત્રોની વેરાયટીઓ લોકો હોંશથી ખરીદી રહ્યા છે. દાર્જીલિંગના ચોફેલ નામના વયોવૃઢ તિબેટીયન નિર્વશ્રિતે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે અમે ઍક પાખવાડિયા જેટલા મોડા પડ્યા છીએ કારણ કે સ્થાનિક વેપારીઓના દબાણને વશ થઈને ભુજ નગરપાલિકા દ્વારા અમને જગ્યા ફાળવવામાં આવી નથી.’
આપણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલના વીજ કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતર્યા, ૨૨ હજાર કામદારોને અસર
કાચા માલના ભાવ વધ્યા
ઉત્તરાખંડના લોબ સેનજંત અને મેડમ યેન્ગકીના જણાવ્યા પ્રમાણે ગરમ વસ્ત્રોના જરૂરી કાચા માલના ભાવોમાં તોતીંગ વધારો થયો છે. એક ગાસડીના રૂપિયા 30,000 દેવાનાં થતા જ્યારે આજે એક ગાસડીના દોઢ લાખ રૂપિયા દેવા પડે છે.
ભારતીયોની ખરીદશક્તિ હવે વધી છે અને લોકો મોંઘી રકમ ખર્ચીને સારી વસ્તુ ખરીદે છે. ડિઝાઈનિંગનો જમાનો પુરો થયો છે અને હાઇપર ફેશન અને હાઇપર ડિઝાઈનિંગનો જમાનો આવ્યો છે. અમે ગરમ વસ્ત્રો એવા તૈયાર કરીએ છીએ કે લોકો ફેશન માટે તે ખરીદે છે તેમ તેમણે ઉમેર્યું હતું.