અભિનેતા સૈફ અલી ખાન (saif ali khan) પર ઘરમાં હુમલો થયો ત્યારે બન્ને દીકરા ઘરે જ હાજર હતા અને મોટા દીકરા તૈમૂરે પિતાને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. ત્યારબાદ બન્નેને માસી કરિશ્મા કપૂરના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ પહેલીવાર બન્ને આજે પપ્પાને લીલાવતી હૉસ્પિટલ ખાતે મળવા આવ્યા હતા. હુમલાની જાણ થતાં સૈફના પહેલી પત્નીથી થયેલા બન્ને સંતાન સારા અને ઈબ્રાહિમ હૉસ્પિટલે દોડ્યા હતા, પરંતુ આ બન્ને બાળકો નાના હોવાથી તેમને ઘરના વાતાવરણતી દૂર કરિશ્માના ઘેર મોકલવામાં આવ્યાના મીડિયા અહેવાલો છે.
આ પણ વાંચો: આખરે સૈફનો હુમલાખોર થાણેથી પકડાયો : શા માટે કર્યો હતો હુમલો…
મળતી માહીતી અનુસાર બુધવારે રાત્રે 11 વાગ્યે જેહ સૂઈ ગયા પછી, આયા ઈલીયામા ફિલિપ બે વાગ્યે જાગી ગઈ અને તેણે જોયું કે બાથરૂમની લાઈટ ચાલુ હતી અને દરવાજો બંધ હતો. તેને શક જતા તેણે જોયું કે ટોપી વાળો એક માણસ બાથરૂમમાંથી બહાર આવીને જેહના બેડરૂમ બાજુ જઈ રહ્યો છે. આયાબાઈએ કહ્યું કે મેં તેને રોકવાની કોશિશ કરી તો તેણે મારી પાસે પૈસાની માગણી કરી અને મને ડરાવવાની કોશિશ કરી.
હુમલા સમયે કરિના બહેનપણીઓ સાથે પાર્ટી મનાવી રહી હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે તો અમુક લોકો તે ઘરમાં હતી અને તેણે બન્ને સંતાનોને બીજા માળે મોકલી દીધા હતા તેવી વાતો પણ થાય છે. જોકે કરિનાએ કહ્યું હતું કે હુમલાખોરે ઘરમાંથી કંઈ ચોરી કરી ન હતી.
આજે મુંબઈ પોલીસે મોહંમદ શહેઝાદ નામના હુમલાખોરને પકડી લીધો છે અને ચોરીના ઈરાદે જ તે ઘરમાં ઘુસ્યો હતોની કબૂલાત કરી હોવાનું પણ પોલીસનું કહેવાનું છે. જોકે હુમલાખોરને ખબર ન હતી કે આ આટલા મોટા અભિનેતાનું ઘર છે. પોતે પકડાઈ જતા તે આક્રમક બન્યો હતો અને સૈફ પર હુમલો કર્યો હતો. હુમલાખોર બાંગ્લાદેશી હોવાની સંભાવના પર પણ પોલીસ તપાસ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને