મુંબઈમાં વધતી જતી ટ્રાફિકની ભીડ અને પ્રદૂષણની જનજીવન પર ઘણી ખરાબ અસર પડી રહી છે. આ અસરને નિયંત્રિત કરવા માટે સરકાર હવે જાગૃત થઈ છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકવાનો અને મુંબઈ મેટ્રોપોલિટનમાં માત્ર સીએનજી અને ઇલેક્ટ્રીક વાહનોને જ મંજૂરી આપવાની શક્યતાનો અભ્યાસ કરવા માટે નિષ્ણાંતોની એક સમિતિની રચના કરી છે.
પૂર્વ આઈએએસ ઓફિસર સુધીરકુમાર શ્રીવાસ્તવની આગેવાની હેઠળની આ સમિતિ ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સબમીટ કરશે.નોંધનીય છે કે મુંબઈ શહેરમાં ટ્રાફિકની ભીડ અને વધતા જતા પ્રદૂષણ અંગે દાખલ કરવામાં આવેલી સુઓ મોટો અરજી પર બોમ્બે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે મુંબઈમાં વાહનોની વધતી જતી સંખ્યા અને પ્રદૂષણને અંકુશમાં લેવા માટે લાગુ કરવામાં આવેલા વર્તમાન પગલાંઓ અપૂરતા સાબિત થઈ રહ્યા છે, જેનાથી જીવનની ગુણવત્તા, પર્યાવરણ તેમજ નાગરિકોની કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર પડી રહી છે. રાજ્ય સરકારે હવે કોર્ટના આ આદેશની નોંધ લીધી છે અને નિષ્ણાતોની સમિતિની રચના કરી છે.
Also read:
આ સમિતિમાં રાજ્યના પરિવહન કમિશનર, પરિવહન વિભાગના જોઈન્ટ કમિશનર, મહાનગર ગેસના મેનેજિંગ ડિરેક્ટર, મહાવિતરણના પ્રોજેક્ટ ડિરેક્ટર, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના પ્રમુખને સામેલ કરવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને