ત્રાસવાદના ઓછાયા હેઠળ…

2 hours ago 1

શ્રીનગર: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બુધવારે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કામાં પચીસ લાખથી વધુ મતદારો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 26 બેઠકો માટે મેદાનમાં રહેલા 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

આ પણ વાંચો : બિનસાંપ્રદાયિકતા પર એવું તે શું બોલ્યા તમિલનાડુના રાજ્યપાલ કે ભડકી ગઇ કૉંગ્રેસ અને આવી માગણી કરી દીધી….

આ વિધાનસભા મતવિસ્તારો છ જિલ્લાઓમાં ફેલાયેલા છે, જેમાંથી ત્રણ ખીણમાં અને બાકીના જમ્મુ વિભાગમાં છે.

ચૂંટણી પંચે આ વિભાગોમાં 3,502 મતદાન મથકોની સ્થાપના કરી છે. અહીં 1,056 શહેરી મતદાન મથકો અને 2,446 ગ્રામીણ મતદાન મથકો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચના પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે તમામ મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ સુવિધાઓ હશે.

મતદારોની ભાગીદારી વધારવા માટે બીજા તબક્કા માટે 157 વિશેષ મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે, મહિલાઓ દ્વારા સંચાલિત 26 ‘ગુલાબી મતદાન મથકો’, 26 મતદાન મથકો ખાસ દિવ્યાંગ વ્યક્તિઓ માટે, 26 મતદાન મથકો યુવાનો દ્વારા સંચાલિત, 31 સરહદી મતદાન મથકો, 26 ગ્રીન મતદાન મથકો અને 22 અનન્ય મતદાન મથકો બનાવવામાં આવ્યાં હોવાની માહિતી અધિકારીએ આપી હતી. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

આ તબક્કામાં મહત્ત્વના ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, જેકેપીસીસીના પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપના જમ્મુ-કાશ્મીર વડા રવિન્દર રૈના છે.

અબ્દુલ્લા ગાંદરબલ અને બડગામ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કારા સેન્ટ્રલ શાલટેંગથી ચૂંટણી લડી રહ્યા છે. રૈના રાજૌરી જિલ્લામાં તેમની નૌશેરા બેઠકને જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જે તેમણે 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીતી હતી.

બીજા તબક્કાને ઉત્સુકતાથી જોવામાં આવશે કારણ કે જેલમાં બંધ અલગતાવાદી નેતા સરજન અહમદ વાગે ઉર્ફે બરકતી નેશનલ કોન્ફરન્સના નેતા સામે એન્જિનિયર રશીદના લોકસભા ચૂંટણીના વિજયનું પુનરાવર્તન કરવાની આશા રાખે છે.

બરકતી બીરવાહ અને ગાંદરબલ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

રાશિદ એન્જિનિયર તરીકે પ્રખ્યાત શેખ અબ્દુલ રશીદે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તિહાર જેલમાંથી ચૂંટણી લડી હતી અને બારામુલા મતવિસ્તારમાંથી બે લાખથી વધુ મતોના માર્જિનથી અબ્દુલ્લાને હરાવવામાં સફળ રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણીના આ બીજા તબક્કાના અન્ય મુખ્ય ઉમેદવારોમાં અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારી (ચન્નાપોરા), ભૂતપૂર્વ પ્રધાનો અલી મોહમ્મદ સાગર (ખાન્યાર), અબ્દુલ રહીમ રાથેર (ચરાર-એ-શરીફ), ચૌધરી ઝુલ્ફીકાર અલી (બુધલ) અને સૈયદ મુશ્તાક બુખારી (સુરનકોટ) છે.

ચૌધરી ઝુલ્ફીકાર અલી અને સૈયદ મુશ્તાક બુખારી આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં અંદાજિત 61.38 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે.

આ તબક્કા દરમિયાન, શ્રીનગર જિલ્લામાં 93 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારબાદ બડગામ જિલ્લામાં 46, રાજૌરી જિલ્લામાં 34, પૂંચ જિલ્લામાં 25, ગાંદરબલ જિલ્લામાં 21 અને રિયાસી જિલ્લામાં 20 ઉમેદવારો મેદાનમાં છે.

શ્રીનગર જિલ્લાના મતવિસ્તારોમાં હઝરતબાલ, ખાનયાર, હબ્બકા દાલ, લાલ ચોક, ચન્નાપોરા, ઝાડીબાલ, મધ્ય શાલટેંગ અને ઈદગાહ છે.

બડગામ જિલ્લામાં બડગામ, બીરવાહ, ખાનસાહિબ, ચરાર-એ-શરીફ અને ચદૂરા, જ્યારે ગાંદરબલ જિલ્લામાં બે મતવિસ્તાર કંગન (એસટી) અને ગાંદરબલનો સમાવેશ થાય છે.

જમ્મુ વિભાગની બેઠકોમાં ગુલાબગઢ (એસટી), રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી (રિયાસી જિલ્લામાં), કાલાકોટ-સુંદરબની, નૌશેરા, રાજૌરી (એસટી) (રાજૌરી જિલ્લામાં), બુધલ (એસટી), થન્નામંડી (એસટી), સુરનકોટ (એસટી), પૂંચ હવેલી અને મેંધર (એસટી)નો સમાવેશ થાય છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article