નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ ગંદા પાણીની બોટલ લઈને દિલ્હી મુખ્યપ્રધાન આતિશીનાં નિવાસ સ્થાન પર પહોંચ્યા હતાં. ગંદા પાણીની બોટલને સ્વાતિ માલવાલે મુખ્યપ્રધાન આવાસની બહાર ફેંકી દીધી હતી, તેમનો દાવો છે કે આવું બધું પાણી દિલ્હીની જનતાને આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Swati Maliwal કોણ છે? પર્સનલ લાઈફથી લઈને રાજકીય કારકિર્દી જાણો!
આ સમય મીડિયા સાથે વાત કરતા સ્વાતી માલીવાલે જણાવ્યું હતું કે ‘સાગરપુર, દ્વારકાનાં લોકોએ મને જાણ કરીને બોલાવી હતી, ત્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. મેં ત્યાં એક મકાનમાં જઇને જોયું કે કાળા પાણીની સપ્લાઇ કરવામાં આવી રહી છે. મેં ત્યાંથી એક પાણીની બોટલ ભરી અને મુખ્ય મંત્રીના આવાસ પર આપી. કારણ કે બધું સારું થઇ જવાનું ૨૦૧૫થી વચન આપવામા આવી રહ્યું છે.
તેમણે આગળ કહ્યુ હતું કે, હું આજે જે કાળા પાણીની બોટલ લઇને આવી છુ, તે દિલ્હીની જનતાને આપવામાં આવી રહ્યું છે. શું આવું પાણી લોકો પિશે? તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો આગામી 15 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય ન થઈ તો આવા ગંદા પાણીનું આખું ટેન્કર ભરીને અહી ખડું કરી દઈશ.
આ પણ વાંચો : દિલ્હીના સીએમ Atishiનું સરનામું બદલાયું, જાણો નવું સરનામું
આ પહેલા સ્વાતિ માલિવાલ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પહોંચી હતી, કારણ કે ત્યાંના લોકોએ ખરાબ પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. ત્યા જઈને જોયુ ત્યા જ પોતે આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. તેમણે વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે દિવાળી પર સરકાર પાણીને બદલે કોકા કોલાનું વિતરણ કરી રહી છે.