નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ દિવસો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘EAGLE’ ટીમની રચનાની જાહેરાત કરી છે. EAGLEનો અર્થ છે Empowered Action Group of Leaders and Experts છે. આ ટીમ વિશે કોંગ્રેસ પાર્ટી દ્વારા માહિતી આપવામાં આવી છે.
ચૂંટણી પરિણામો અને મતદાર યાદીઓનું કરશે વિશ્લેષણ
દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ‘ઇગલ’ નામની એક ટીમ બનાવી છે. EAGLE એટલે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ ઓફ લીડર્સ એન્ડ એક્સપર્ટ્સ. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ ટીમની રચના કરી છે. આ ટીમ ચૂંટણી પરિણામો અને મતદાર યાદીઓનું ચૂંટણીવાર વિશ્લેષણ કરશે અને પક્ષના નેતૃત્વને અહેવાલ સુપરત કરશે.
Also work : Arvind Kejriwal એ ભાજપ પર મૂક્યો મોટો આરોપ, કહ્યું પ્રચાર સામગ્રી છીનવી વાહનોમાં તોડફોડ કરી…
આઠ સભ્યોને સોંપાઈ જવાબદારી
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીનું આ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખે ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલન પર દેખરેખ રાખવા માટે તાત્કાલિક અસરથી નેતાઓ અને નિષ્ણાતોના એક ટીમની રચના કરી છે, જેમાં આઠ સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસની ઇગલ ટીમમાં અજય માકન, દિગ્વિજય સિંહ, ડૉ. અભિષેક સિંઘવી, પ્રવીણ ચક્રવર્તી, પવન ખેરા, ગુરદીપ સિંહ સપ્પલ, ડૉ. નીતિન રાઉત અને ચલ્લા વંશી ચંદ રેડ્ડીનો સમાવેશ થાય છે.
પહેલું કાર્ય મહારાષ્ટ્ર ચૂંટણી
‘ઈગલ’ને સોંપવામાં આવેલું પહેલું કાર્ય મહારાષ્ટ્ર ચૂંટણી સંબંધિત છે, જ્યાં તે મતદાર યાદીમાં છેડછાડના મુદ્દા પર હાઇકમાન્ડને વિગતવાર અહેવાલ સુપરત કરશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે EAGLE અન્ય રાજ્યોમાં ભૂતકાળની ચૂંટણીઓનું પણ વિશ્લેષણ કરશે અને આગામી ચૂંટણીઓ અને દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા સંબંધિત અન્ય તમામ મુદ્દાઓ પર સક્રિયપણે દેખરેખ રાખશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને