delhi-results-womens-voters-more-votes-then-men-now-eyes-on-results PTI

નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly predetermination results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ વખત દિલ્હીમાં પુરુષો કરતાં મહિલાઓ (women voters) દ્વારા વધુ મતદાન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં નોંધાયેલા 72.37 લાખ મતદારોમાંથી 60.92 ટકા મહિલાઓ અને 60.21 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. મહિલા મતદારો દ્વારા મતદાનનું પ્રમાણ છેલ્લા થોડા સમયથી વધી રહ્યું છે અને 2020ની ચૂંટણીમાં તે લગભગ પુરુષોની બરાબર છે.

ભાજપ, કૉંગ્રેસ અને આપે કેટલી મહિલાઓને આપી હતી ટિકિટ

દિલ્હીમાં વિધાનસભાની 70 સીટ છે. આપ, ભાજપ અને કૉંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા 210 ઉમેદવારોમાંથી માત્ર 25 મહિલાઓ છે. દિલ્હીના મતદારોમાંથી 46 ટકાથી વધુ મહિલાઓ છે. શુક્રવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 40 મતદાન વિસ્તારમાં મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું હતું. તેમાં દક્ષિણ, દક્ષિણ-પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના અનેક મત વિસ્તાર સામેલ છે. સૌથી મોટું અંતર ઓખલામાં જોવા મળ્યું હતું. અહીંયા નોંધાયેલા કુલ મતદારોમાંથી 58.20 ટકા મહિલા અને 52.50 ટકા પુરુષોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપરાંત બદરપુરા, તગલકાબાદ, કાલકાજી અને સંગમ વિહાર વિસ્તારમાં પણ મહિલા મતદારોએ પુરુષોની તુલનામાં વધારે મતદાન કર્યું હતું. આ પૈકી ત્રણ સીટ હાલ આમ આદમી પાર્ટી પાસે છે. ગ્રેટર કૈલાશ અને વિશ્વાસનગર વિધાનસભામાં મહિલાઓ અને પુરુષોના મતદાનની ટકાવારી સમાન હતી.

Also read: દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ એક્ઝિટ પોલ કોને જીતાડે છે, જાણો કોની બનશે સરકાર?

મહારાષ્ટ્ર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની જેમ આમ આદમી પાર્ટીએ ચૂંટણી અભિયાનની શરૂઆત જો તેઓ સત્તામાં આવશે તો મહિલાઓને 2100 રૂપિયા પ્રતિ માસ આપશે તેવા વાયદાથી કરી હતી. આ ઉપરાંત મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરીનો પણ વાયદો કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં મહિલાઓ દ્વારા મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું અને સરકાર બનાવવામાં તેમની ભૂમિકા ભજવી હતી. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે કુલ 699 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. સત્તારૂઢ આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે.

મુખ્ય પ્રધાન આતિશીએ શું કહ્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને કાલકાજીથી આપના ઉમેદવાર, આતિશીએ કહ્યું કે, આ કોઈ સામાન્ય ચૂંટણી નહોતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી, શાંતિ અને ગુંડાગીરીની લડાઈ હતી. મને વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો આપ અને અરવિંદ કેજરીવાલ સાથે ઊભા રહેશે અને કેજરીવાલ ચોથી વખત મુખ્ય પ્રધાન બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને