Pakistsn astir   retired  of WTC last  race representation root - The Guardian

મુલતાન: અહીંની પ્રથમ ટેસ્ટમાં યજમાન પાકિસ્તાનની હાલત ખરાબ છે. 550થી વધુ રન બનાવવા છતાં શાન મસૂદની ટીમ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની રેસની બહાર થઈ જવાની તૈયારીમાં છે. હજી એક દિવસ બાકી છે ત્યારે પાકિસ્તાન ગુરુવારે સાંજે પરાજયની લગોલગ પણ હતું.

પાકિસ્તાને ત્રણ સેન્ચુરી (શફીકના 102, મસૂદના 151, સલમાનના અણનમ 104)ની મદદથી 149 ઓવરમાં 556 રન બનાવ્યા તો જવાબમાં ઇંગ્લૅન્ડે ચોથા દિવસે એક ટ્રિપલ સેન્ચુરી (હૅરી બ્રૂકના 317 રન) તથા એક ડબલ સેન્ચુરી (જૉ રૂટના 262 રન)ની મદદથી સાત વિકેટે 823 રન ખડકીને 267 રનની સરસાઈ લીધી હતી. પાકિસ્તાને બીજા દાવમાં છ વિકેટે 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાન હજી 115 રનથી પાછળ હતું અને એની ફક્ત ચાર વિકેટ પડવાની બાકી હોવાથી ઑલી પૉપની ટીમને એક દાવથી જીતવાની તક હતી.

પાકિસ્તાન આ મૅચ હારશે તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાની એની આશા પર પાણી ફરી વળશે. એ પછી પાકિસ્તાન સીઝનની બાકીની બધી ટેસ્ટ જીતશે તો પણ કોઈ અર્થ નહીં રહે.
ડબ્લ્યૂટીસીની રૅન્કમાં પાકિસ્તાન આઠમા નંબરે છે. એની નીચે માત્ર વેસ્ટ ઇન્ડિઝ છે.

ફાઇનલમાં પહોંચવા માટેની કટ-ઑફ ટકાવારી 58.5 છે, જ્યારે પાકિસ્તાન આ મૅચ સહિત બધી મૅચો જીતે તો પણ એની ટકાવારી વધુમાં વધુ 52.38 થઈ શકે જે ફાઇનલ માટે અપૂરતી છે.
ઇંગ્લૅન્ડ વર્તમાન સિરીઝ બાદ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ-શ્રેણી રમશે.