Accused of 400 crore scam seen walking extracurricular  jail, video goes viral Screen Grab: Free Press Journal

પુણે: પુણેમાં યુવતી પર ત્રણ નરાધમે સામૂહિક બળાત્કારની ઘટનાના એક સપ્તાહ બાદ પોલીસે આ કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. લગભગ 700 પોલીસકર્મીએ આ કેસ પર કામ કર્યું હતું તેમ જ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસ્યા બાદ આખરે તેમને સફળતા મળી હતી.

આ પણ વાંચો : બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ

21 વર્ષની યુવતી 3 ઑક્ટોબરે તેના પુરુષ મિત્ર સાથે બોપદેવ ઘાટ વિસ્તારમાં ગઇ હતી, જ્યાં ત્રણ અજાણ્યા શખસોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ યુવતીના મિત્રને વૃક્ષ સાથે બાંધીને તેની મારપીટ પણ કરી હતી. પોલીસે આરોપીઓને પકડવા અનેક ટીમ્સ તૈયાર કરી હતી, જ્યારે આરોપીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે નરાધમોને ઓળખી કાઢવા અને તેને પકડવા માટે 700 જેટલા પોલીસ કર્મચારીને કામે લગાડવામાં આવ્યા હતા.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવામાં આવ્યા હતા અને ટેક્નિકલ એનાલિસીસને આધારે શકમંદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે જણની શોધ ચલાવાઇ રહી છે.

ફડણવીસે જણાવ્યું હતું કે પુણેમાં માનવતાને શરમાવતી ઘટના બની હતી, પણ હવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીના બે આરોપીને પણ પકડી પાડવામાં આવશે. સરકાર સુનિશ્ર્ચિત કરશે કે આરોપીને શક્ય એટલી આકરી સજા મળે. આ ઘટનાને કારણે શહેરમાં હોબાળો મચ્યો હતો અને આ કેસને ઉકેલી કાઢવા પોલીસ પર દબાણ હતું. (પીટીઆઇ)