પોરબંદરઃ પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. પોરબંદર ચોપાટી પર 19મી નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના પગલે શહેરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. કવાયતમાં રાજય રક્ષા પ્રધાન પણ ખાસ ઉપસ્થિત રહેશે. શહેરમાં હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે.
રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન
શહેરમાં લશ્કર દ્વારા તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે.
આપણ વાંચો: યુદ્ધ માટે લશ્કરની સજ્જ રાખવાનો અગ્નિપથનો હેતુ: વડા પ્રધાને વિપક્ષની કાઢી ઝાટકણી
ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઈઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે.
ચોપાટી રાજમહેલની પાછળના ભાગે ઈન્ડીયન આર્મી, ફીકકી ઈન્ડસ્ટ્રી એકસપોઝીશન, ‘સંયુક્ત વિમોચન-2024’નો નવેમ્બર-19નું આયોજન કરાયું છે. જેમા ભારતના મિત્રદેશોમાં કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેસીયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ પણ જોડાશે.