Police are not safe! Deadly onslaught  connected  constabulary  unit   successful  Mandvi constabulary  station

અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad)પાસપોર્ટ અને વિઝા રિન્યુઅલ ઓફિસમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ સુરતના નિમેષ સોરઠી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ વ્યક્તિએ ખોટા દસ્તાવેજ અને પુરાવા રજૂ કરી પોર્ટુગલની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ ભારતના વિઝા મેળવવા માટે અરજી કરી હતી. ઇમિગ્રેશન અધિકારીને અજુગતું લાગતા પોતાના ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી નિમેષ સોરઠીની વધુ પુછપરછ કરતાં ખુલાસો થયો હતો.

બોગસ પાસપોર્ટનો ઉપયોગ સાચા તરીકે કર્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની પાસપોર્ટ અને વિઝા રિન્યુઅલ ઓફિસમાં આવેલી અરજીમાં સુરતના નિમેષ સોરઠી નામના વ્યક્તિને પોતાના પોર્ટુગલની નાગરિકતા મેળવવા માટે ખોટા નામ સરનામા અને જન્મતારીખ વાળા પાસપોર્ટની આધારે મુંબઇ રીઝીયન ઓફિસર દ્વારા બોગસ પાસપોર્ટ ઈશ્યૂ કરાવ્યો હતો. તે પાસપોર્ટ ખોટી રીતે મેળવ્યો હોવા છતાં પણ ભારતીય વિઝા મેળવવા માટે આ બોગસ પાસપોર્ટનો ઉપયોગ સાચા તરીકે કર્યો હતો અને 8 જાન્યુઆરીએ તે બાબતે અરજી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ

અરજદારને પોર્ટલ મારફતે ઓફિસે બાયોમેટ્રિક તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવા અમદાવાદની ઓફિસથી મેસેજ કર્યો હતો. પ્રક્રિયા દરમિયાન ઇમિગ્રેશન અધિકારીને અજૂગતુ લાગતા તેમણે પોતાના ઉપરી અધિકારીને જાણ કરી હતી. આ વ્યક્તિની પુછપરછ હાથ ધરાઈ હતી અને તેણે અશ્વિન ધીરુ નામના દસ્તાવેજથી ભારતીય વિઝા મેળવવા માટે અરજી કરી હોવાનું જણાયું હતું. તેના સાચા નામ અને સરનામા સાથેની ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મળી આવતા ખુલાસો થયો હતો. જેથી ઈમિગ્રેશન અધિકારીએ તેની વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને